રસોઇઃ આ રીતે બનાવો સાદી અને સરળ રીતે એક દમ નવી જ રીતે ખમણ

અટલ સમાચાર, ડેસ્ક સામગ્રી : 500 ચણાનો લોટ (બેસન, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો ફ્રૂટ સાલ્ટ) બનાવવાની રીત – સૌ પ્રથમ બેસનને ગાળી લો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી મિક્સ કરો. આખરે તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો અને આથો
 
રસોઇઃ આ રીતે બનાવો સાદી અને સરળ રીતે એક દમ નવી જ રીતે ખમણ

અટલ સમાચાર, ડેસ્ક

સામગ્રી : 500 ચણાનો લોટ (બેસન, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો ફ્રૂટ સાલ્ટ)

બનાવવાની રીત –

સૌ પ્રથમ બેસનને ગાળી લો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી મિક્સ કરો. આખરે તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો અને આથો આવવા દો. આથો આવ્યા પછી તે ખીરાને તરત જ થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી લો. હવે આ થાળીને કૂકરામાં રાખો અને ઢકાણુ બંદ કરી દો. ધ્યાન રાખો કે કૂકરની સીટી નહી લગાવવી. મધ્યમ તાપ પર 20-25 મિનિટ સુધી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો.

એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ ત તડકામાં એક કપ પાણી અને ખાંડ નાહી એક ઉકળા લઈ તાપ બંદ કરી નાખો. તૈયાર તકડકાને ઢોકળા પર નાખો અને સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.