હડકંપ@અમદાવાદ: ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતાં બે ઇસમ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં PCBની ટીમે ચોક્કસ બાતમી આધારે મોટી કાર્યવાહી કરી છે. PCBની ટીમને બાતમી મળી હતી કે, 2 ઇસમો ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી રહ્યાં છે. જે આધારે તાત્કાલિક અસરથી સ્થળ પર જઇ બંને ઇસમોને કેમિકલની ચોરી કરતાં રંગેહાથે ઝડપી લીધા હતા. આ સાથે 3.20 લાખના કેમિકલ સહિત કુલ 53
 
હડકંપ@અમદાવાદ: ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતાં બે ઇસમ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં PCBની ટીમે ચોક્કસ બાતમી આધારે મોટી કાર્યવાહી કરી છે. PCBની ટીમને બાતમી મળી હતી કે, 2 ઇસમો ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી રહ્યાં છે. જે આધારે તાત્કાલિક અસરથી સ્થળ પર જઇ બંને ઇસમોને કેમિકલની ચોરી કરતાં રંગેહાથે ઝડપી લીધા હતા. આ સાથે 3.20 લાખના કેમિકલ સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કેમિકલ ચોરી અને ઓઇલ ચોરી કરતાં લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને પોલીસની પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ શેડ નંબર 245, શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પામાં હોટેલની સામે સરદાર પટેલ રિંગ રોડ પર કેટલાંક લોકો કેમિકલ ચોરી કરી રહ્યાં છે. જેથી માહિતીના આધારે પોલીસે દરોડા પાડી કેમિકલ ચોરી કરી રહેલા 2 લોકોની ધરપકડ કરી લીધી છે.

હડકંપ@અમદાવાદ: ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતાં બે ઇસમ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે તેમની પાસેથી 3.20 લાખના કેમિકલ સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આરોપી કનૈયા યાદવ અને દિનેશ દેવડા પોતાના ફરાર સાગરીત સુરજીત સિંગ સાથે મળી છેલ્લે ઘણા સમયથી આ પ્રકારે કેમિકલની ચોરી કરી રહ્યાં હતાં. આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે રુચિ ટ્રાન્સપોર્ટના ટેન્કરોમાં વેપારીઓના ઓર્ડર મુજબ બહારથી કોસ્ટિક સોડા લાય કેમિકલ ભરી લાવી શેડ નંબર 245, શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પામાં હોટેલની સામે સરદાર પટેલ રિંગ રોડ પર ટેન્કરો રાખીને કોસ્ટિક સોડા લાયના જથ્થાંની ચોરીઓ કરતા હતા.

હડકંપ@અમદાવાદ: ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતાં બે ઇસમ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે હાલ તમામ આરોપી સામે 379 ઈ, 407, 411, 120 બી મુજબ ફરિયાદ દાખલ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે પોલીસની ટીમ આ લોકો કેટલા સમયથી કામ કરી રહ્યાં હતાં અને આરોપીઓ સામે કોઇ અન્ય ઇસમો સામેલ છે કે નહી ? તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.