હડકંપ@બાપુનગર: ધોળાદિવસે 12.92 લાખ તફડાવી બાઇક સવાર ફરાર, લૂંટની ઘટના CCTVમાં કેદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક બાપુનગર વિસ્તારમાં લાખો રૂપિયાની ચીલ ઝડપ થયાની ઘટનાએ પોલોસને દોડતી કરી દીધી છે. ફેક્ટરીનો કર્મચારી આંગડિયા પેઢીમાંથી નાણા લઇને પરત આવતો હતો તે દરમ્યાન બાઈક પર આવેલા બે શખ્સોએ તેની પાસેથી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ચકચારી ઘટનાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે અમદાવાદ બાપુનગર પોલીસે
 
હડકંપ@બાપુનગર: ધોળાદિવસે 12.92 લાખ તફડાવી બાઇક સવાર ફરાર, લૂંટની ઘટના CCTVમાં કેદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાપુનગર વિસ્તારમાં લાખો રૂપિયાની ચીલ ઝડપ થયાની ઘટનાએ પોલોસને દોડતી કરી દીધી છે. ફેક્ટરીનો કર્મચારી આંગડિયા પેઢીમાંથી નાણા લઇને પરત આવતો હતો તે દરમ્યાન બાઈક પર આવેલા બે શખ્સોએ તેની પાસેથી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ચકચારી ઘટનાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે અમદાવાદ બાપુનગર પોલીસે ચીલ ઝડપ કરનારા શખ્સોને પકડવા CCTV ફુટેઝનાં આધારે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

CCTV ફૂટેજ માં સ્પષ્ટ દેખાય છે કે, ગઇકાલે મોડી સાંજે ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે આવેલા મણિયાર વાડીની ગલીમાં આવેલી રાખી એન્ટરપ્રાઇઝ લિમિટેડનાં કર્મચારી અવિનાશભાઈ આંગડિયામાંથી રૂપિયા 12 લાખ 92 હજાર લઈને ફેકટરીનાં No પાર્કિંગ સુધી પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે વ્યક્તિઓ તેમનો પીછો કરતા હતા. જ્યારે ભોગ બનનાર કર્મચારી અવિનાશ નાઈએ પોતાની એકટીવામાંથી રૂપિયાનો થેલો બહાર કાઢ્યો ત્યારે ઘટનાએ આકાર લીધો. અમદાવાદ પોલીસે CCTV તપાસતા બહાર આવ્યુ છે કે ગણતરીની સેકન્ડોમાં બાઈક પર આવેલા સફેદ કપડા વાળો આરોપી લાખો રૂપિયા ભરેલી બેગની ફરિયાદી પાસેથી ચીલઝડપ કરી ફરાર થઈ ગયો હતો.

હડકંપ@બાપુનગર: ધોળાદિવસે 12.92 લાખ તફડાવી બાઇક સવાર ફરાર, લૂંટની ઘટના CCTVમાં કેદ

સમગ્ર ઘટનાની જાણ થતા બાપુનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં CCTV ફૂટેજ તપાસતા 12.92 લાખ ભરેલી આર્મી કલરનાં કપડાવાળી બેગ તફડાવી મોટરસાઇકલ પર આવેલો આરોપી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ ફરિયાદીએ તેની ફેક્ટરી હીરા કે એન્ટરપ્રાઇઝ લિમિટેડનાં માલિક ઇનામુલ હક્ક ઈરાકીને કરી હતી. પોલીસની તપાસ દરમ્યાન આંગડિયા પેઢી પીછો કરતા બાઈક પર આવેલા બંને વ્યક્તિઓ છારા ગેંગનાં સાગરીતો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.