હડકંપ@દાહોદ: ટોલનાકા નજીકથી 24 કિલો ગાંજા સાથે લાખોનો મુદ્દામાલ ઝપ્ત

અટલ સમાચાર,દાહોદ કોરોના મહામારી વચ્ચે દાહોદ એસઓજીએ ભથવાડા ટોલનાકા ઉપરથી 24.45 લાખનો ગાંજો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમી આધારે એસઓજીએ દેવગઢ બારીયા પોલીસને સાથે રાખી ભથવાડા ટોલનાકા ઉપર બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. એસઓજીએ કારમાંથી ગાંજા સહિત કુલ 27.60 લાખના મુદ્દામાલ સાથે
 
હડકંપ@દાહોદ: ટોલનાકા નજીકથી 24 કિલો ગાંજા સાથે લાખોનો મુદ્દામાલ ઝપ્ત

અટલ સમાચાર,દાહોદ

કોરોના મહામારી વચ્ચે દાહોદ એસઓજીએ ભથવાડા ટોલનાકા ઉપરથી 24.45 લાખનો ગાંજો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમી આધારે એસઓજીએ દેવગઢ બારીયા પોલીસને સાથે રાખી ભથવાડા ટોલનાકા ઉપર બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. એસઓજીએ કારમાંથી ગાંજા સહિત કુલ 27.60 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદ SOG પોલીસ અને દેવગઢ બારીયા પોલીસે દેવગઢ બારિયાના બથવાડા ટોલનાકા ઉપરથી બાતમીના આધારે લાખો રૂપિયાની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOG પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાની ત્રણ ઈસમો કારમાં અફીણનો જથ્થો લઈને ભથવાડા ટોલનાકા ઉપરથી પસાર થવાના છે તેવી બાતમીના આધારે દાહોદ SOG પોલીસે દેવગઢ બારીયા પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી અને ભથવાડા ટોલનાકા ઉપરથી બાતમી વાળી કારમાંથી આવતાં તેને રોકી તલાશી લીધી હતી.

હડકંપ@દાહોદ: ટોલનાકા નજીકથી 24 કિલો ગાંજા સાથે લાખોનો મુદ્દામાલ ઝપ્ત

આ દરમ્યાન કારમાં મૂકી રાખેલો 24.45 કિલો વજન ધરાવતો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. તેની કિંમત 24.45 લાખનું હોવાનું જાણવા મળ્યું હતું અને રાજસ્થાનના ત્રણ ઈસમોમાંથી એક ઈસમ ભાગવામાં સફળ રહ્યો હતો. આ તરફ પોલીસે બે આરોપીઓની દાહોદ SOG અને દેવગઢ બારીયા પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતતી. આ નશાનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તેની તપાસમાં દાહોદ SOG પોલીસ લાગી ગઇ છે.