હડકંપ@ડીસા: વહેલી સવારે 258 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝબ્બે, પશુઓને ત્રાસ ચરમસીમાએ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસામાં એક ટ્રકમાંથી ખીચોખીચ હાલતમાં ભરેલાં 258 પશુઓને કતલખાને લઇ જવાતાં બચાવાયા છે. સ્થાનિક સંગઠનના માણસો આજે વહેલી સવારે ચોક્કસ બાતમી આધારે વોચમાં ઉભા હતા. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે ટ્રક ભગાડી મુકતાં ફરીયાદી સહિતનાએ પીછો કરી ટ્રક ઝડપી પાડી હતી. જે બાદમાં તપાસ કરતાં
 
હડકંપ@ડીસા: વહેલી સવારે 258 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝબ્બે, પશુઓને ત્રાસ ચરમસીમાએ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસામાં એક ટ્રકમાંથી ખીચોખીચ હાલતમાં ભરેલાં 258 પશુઓને કતલખાને લઇ જવાતાં બચાવાયા છે. સ્થાનિક સંગઠનના માણસો આજે વહેલી સવારે ચોક્કસ બાતમી આધારે વોચમાં ઉભા હતા. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે ટ્રક ભગાડી મુકતાં ફરીયાદી સહિતનાએ પીછો કરી ટ્રક ઝડપી પાડી હતી. જે બાદમાં તપાસ કરતાં અંદર ઘેટાં-બકરા ભરેલ હોવાનું ખુલતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટનાસ્થળે આવી ટ્રકને ડીસા પાંજરાપોળ ખસેડી તલાશી લેતાં અંદરથી 258 ઘેટાં-બકરા મરણતોલ હાલતમાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી ચાલકની પુછપરછ કરી કુલ 7 લોકોના નામજોગ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@ડીસા: વહેલી સવારે 258 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝબ્બે, પશુઓને ત્રાસ ચરમસીમાએ

બનાસકાંઠા જીલ્લાના ડીસામાંથી વહેલી સવારે મરણતોલ હાલતમાં ઘેટા-બકરા ભરેલી ટ્રક ઝડપાતાં હડકંપ મચી ગયો છે. ડીસાના ભરતભાઇ વણઝારા મોરબી એકતા એજ સંગઠનમાં તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત છે. આજે વહેલી સવારે ભરતભાઇ સહિતના માણસો ચોક્કસ બાતમી આધારે દીપક હોટલ પાસે ઉભા હતા. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે ટ્રક ભગાડી મુકતાં પીછો કરી ડીસા રાજમંદીર પાસે રોકાવી તલાશી લીધી હતી. જેમાં તલાશી લેતાં અંદર ખીચો-ખીચ હાલતમાં ઘેટાં-બકરા ભરેલાં હોઇ ફરીયાદી સહિતના ચોંકી ઉઠ્યાં હતા.

હડકંપ@ડીસા: વહેલી સવારે 258 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝબ્બે, પશુઓને ત્રાસ ચરમસીમાએ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીએ પોલીસને જાણ કરતાં ટ્રકને ડીસા પાંજરાપોળ કાંટ મુકામે ખસેડી તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાંથી ઘેટા નંગ-210, બકરા નંગ-50 અને 1 ઘેટુ અને 1 બકરૂ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે કુલ ઘેટાં-બકરા નંગ-258 જેની કિ.રૂ. 1,59,700 અને ટ્રકની કિ.રૂ.6,00,000 મળી કુલ કિ.રૂ. 7,59,700નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ચાલકની પુછપરછ કરતાં અન્ય 6 ઇસમોએ ઘેટાં-બકરા ભરાવ્યા હોવાનું કબૂલ્યુ હતુ. જેથી પોલીસે 7 લોકોના નામજોગ આઇપીસી 279 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 5, 8, 9, 10, 10, 11(1)(d), 11(1)(e), 11(1)(g), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યાં આરોપીઓના નામ

હડકંપ@ડીસા: વહેલી સવારે 258 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝબ્બે, પશુઓને ત્રાસ ચરમસીમાએ