હડકંપ@ધાનેરા: અચાનક દૂધમંડળીને તાળાં, પશુપાલકોમાં મચી દોડધામ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે દૂધમંડળીના વહીવટને લઇ ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. અચાનક દૂધમંડળી બંધ કરી દેતાં પશુપાલકો ચોંકી જઇ ભારે હરકતમાં આવ્યા છે. દોડધામના માહોલ વચ્ચે મંડળીના સંચાલકોને પુછતાં દૂધ ખરાબ આવતું હોઇ મંડળી બંધ કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. દૂધ ઉત્પાદકોએ આક્ષેપ કર્યો છે કે, મંત્રીએ
 
હડકંપ@ધાનેરા: અચાનક દૂધમંડળીને તાળાં, પશુપાલકોમાં મચી દોડધામ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે દૂધમંડળીના વહીવટને લઇ ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. અચાનક દૂધમંડળી બંધ કરી દેતાં પશુપાલકો ચોંકી જઇ ભારે હરકતમાં આવ્યા છે. દોડધામના માહોલ વચ્ચે મંડળીના સંચાલકોને પુછતાં દૂધ ખરાબ આવતું હોઇ મંડળી બંધ કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. દૂધ ઉત્પાદકોએ આક્ષેપ કર્યો છે કે, મંત્રીએ દૂધ ખરાબ હોવાનું બહાનું કાઢી મંડળી બંધ કરી છે. હકીકતે ખરાબ દૂધ ચકાસવાનું મશીન હોવા છતાં ઉપયોગ કરતાં નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@ધાનેરા: અચાનક દૂધમંડળીને તાળાં, પશુપાલકોમાં મચી દોડધામ

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના આશિયા ગામે દૂધમંડળીના મંત્રીએ ડેરીને તાળું મારી દીધુ હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. ગામના પશુપાલકોનું દૂધ હલકી ગુણવત્તાનું બહાનું કાઢી છેલ્લા ત્રણ દિવસથી ડેરીને તાળું મારી દીધુ હોવાનું દૂધ ઉત્પાદકો જણાવી રહ્યા છે. એક દૂધ ઉત્પાદકે જણાવ્યુ હતુ કે, દૂધ ચેક કરવાનું મશીન ગત સમયે 35 લાખના ખર્ચે વસાવ્યુ છતાં ઉપયોગ કરતાં નથી. જ્યારે ચેરમેનની જાણ બહાર મંત્રી મંડળીને તાળું માર્યુ હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જેમ-જેમ બનાસ ડેરીની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ-તેમ દૂધમંડળીઓમાં વિવાદો સામે આવી રહ્યા છે. આશિયા ગામની દૂધમંડળીને તાળાં મરાતાં પશુપાલકો અન્ય દૂધમંડળીમાં દૂધ ભરાવવા દોડધામ કરી રહ્યા છે. કયા કારણોસર અને કેમ દૂધમંડળીને તાળું માર્યુ ? શું કમિટીમાં ઠરાવ કરી જે કોઇ પ્રશ્નનું સમાધાન ન આવે ત્યાં સુધી તાળું મારવું તેવો નિર્ણય થયો છે ? આ બધી બાબતો કર્યા વિના મંત્રીએ મનસ્વી રીતે મંડળી બંધ કરી હોવાનું દૂધ ઉત્પાદકોએ જણાવતાં ચકચાર મચી ગઇ છે.