હડકંપ@ઈડર: આત્મહત્યા રોકવા ગયેલી પોલીસ ઉપર તૂટી પડ્યો પરિવાર, લોહીલુહાણ સ્થિતિમાં દવાખાને

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરમાં આત્મહત્યા રોકવા ગયેલ પોલીસ કર્મચારી પર પરિવાર તુટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં દવાખાને ખસેડાયા હોવાનું સામે આવ્યુ છે. પ્રાથમિક તપાસમાં સ્થાનિક ઇસમે પડોશની યુવતિની છેડછાડ કઇ હોઇ તેની પત્નિએ ઠપકો આપ્યો હતો. જે બાદમાં ઇસમને લાગી આવતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં પોલીસને
 
હડકંપ@ઈડર: આત્મહત્યા રોકવા ગયેલી પોલીસ ઉપર તૂટી પડ્યો પરિવાર, લોહીલુહાણ સ્થિતિમાં દવાખાને

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરમાં આત્મહત્યા રોકવા ગયેલ પોલીસ કર્મચારી પર પરિવાર તુટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં દવાખાને ખસેડાયા હોવાનું સામે આવ્યુ છે. પ્રાથમિક તપાસમાં સ્થાનિક ઇસમે પડોશની યુવતિની છેડછાડ કઇ હોઇ તેની પત્નિએ ઠપકો આપ્યો હતો. જે બાદમાં ઇસમને લાગી આવતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં પોલીસને જાણ થતાં દોડી આવી હતી. જ્યાં સમજાવટ દરમ્યાન મામલો વધુ બિચકતાં ઇસમ તેની પત્નિ અને પુત્ર સહિતના લાકડીઓ વડે પોલીસ કર્મચારીઓ પર તુટી પડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં પોલીસ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇડર તાલુકાના મસ્તુપુર ગામે ગઇકાલે કાળાભાઇ શામળભાઇ ઠાકરડા ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરવાની કોશિષ કરતાં હોવાની માહીતિ મળતાં ઇડર પોલીસના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અખિલસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઇ સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં કાળાભાઇના પત્નિ સોનલબેને કહેલ કે, તેમના પતિ ગઇકાલે ઘરની પાછળ રહેતી મહિલાના ઘરે જઇ છેડતી કરતાં કોઇ મેં ઠપકો આપતાં તેમને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેને લઇ પોલીસ કર્મચારીઓ તેમને આત્મહત્યા નહીં કરવા બાબતે સમજાવતાં હતા.

હડકંપ@ઈડર: આત્મહત્યા રોકવા ગયેલી પોલીસ ઉપર તૂટી પડ્યો પરિવાર, લોહીલુહાણ સ્થિતિમાં દવાખાને
File Photo

આ દરમ્યાન કાળાભાઇનો પુત્ર પડોશમાં રહેલી મહિલાના ઘરે જઇ ઉશ્કેરાઇ જઇ તારા કારણે અમારા ઘરમાં ઝઘડા થાય છે તેમ કહી પથ્થર માર્યો હતો. જેથી મહિલાને પણ હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ તરફ પોલીસ કર્મચારીઓએ આરોપીના દીકરાને પાછા ઘરે આવતાં તેનએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે બાદમાં પોલીસ કર્મચારીઓ નીચે પડી જતાં કાળાભાઇ તેમની પત્નિ સોનલબેન અને તેમનું પુત્ર ત્રણેય જતાં ઉશ્કેરાઇ જઇ આત્મહત્યા રોકવા ગયેલ કર્મચારીઓ પર લાકડી લઇ તુટી પડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આત્મહત્યા રોકવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનામાં પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ઇડર સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદમાં સારવાર દરમ્યાન ફરીયાદીને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. જેને લઇ અનાર્મ હેડ કોન્સ્ટેબલ અખિલસિંહે ત્રણ ઇસમના નામજોગ ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઇડર પોલીસે ત્રણ સામે આઇપીસી 186, 333, 337, 323, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.