હડકંપ@ગોધરા: ખેતરમાંથી એકસાથે 3 યુવકોની લાશ મળતાં લોકો ઉમટ્યાં, હત્યાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેવગઢ બારિયામાં ડાંગરિયા ગામેથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવતા આસપાસના પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગોધરાના દેવગઢબારિયામાંથી 3 અજાણ્યા યુવકોનો મૃતદેહ મળી આવ્યો છે. ખેતરની સીમ વિસ્તારમાં યુવકોનો
 
હડકંપ@ગોધરા: ખેતરમાંથી એકસાથે 3 યુવકોની લાશ મળતાં લોકો ઉમટ્યાં, હત્યાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવગઢ બારિયામાં ડાંગરિયા ગામેથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવતા આસપાસના પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગોધરાના દેવગઢબારિયામાંથી 3 અજાણ્યા યુવકોનો મૃતદેહ મળી આવ્યો છે. ખેતરની સીમ વિસ્તારમાં યુવકોનો મૃતદેહ મળતા જ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જો આ યુવકો ક્યાંના છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પોલીસે યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોધરાના દેવગઢબારિયા પોલીસે ગુનો નોંધી યુવકો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે, સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે કોઈ જાણભેદુએ હત્યા લાશને ખેતરમાં ફેંકી દીધી હોય તેવું અનુમાન કરી રહી છે. પોલીસે મૃતદેહો મળ્યા તે સ્થળથી પણ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. ત્રણ યુવકોના મૃતદેહઓ પીએમ અર્થે ખસેડીને લીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.