હડકંપ@મોડાસા: યુવક ઉપર ટોળું તુટી પડ્યું, 2 લાખ લઇ ફરાર, 16 વિરૂધ્ધ ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા તાલુકાના ગામે એક પરિવારના બે સભ્યો ઉપર વારાફરતી હુમલાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. આ સાથે ભોગ બનનાર પાસેથી લૂંટ કરાઇ હોવાનું પણ ફરીયાદમાં લખાવ્યુ છે. ગત 31 ડીસેમ્બરે કોઇ કારણસર ફરીયાદીના દીકરાને આરોપીઓ દ્રારા માર મારવામાં આવ્યો હતો. જે બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં
 
હડકંપ@મોડાસા: યુવક ઉપર ટોળું તુટી પડ્યું, 2 લાખ લઇ ફરાર, 16 વિરૂધ્ધ ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા તાલુકાના ગામે એક પરિવારના બે સભ્યો ઉપર વારાફરતી હુમલાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. આ સાથે ભોગ બનનાર પાસેથી લૂંટ કરાઇ હોવાનું પણ ફરીયાદમાં લખાવ્યુ છે. ગત 31 ડીસેમ્બરે કોઇ કારણસર ફરીયાદીના દીકરાને આરોપીઓ દ્રારા માર મારવામાં આવ્યો હતો. જે બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ફરીયાદીનો બીજો દીકરો ઘરે જતો હતો તે દરમ્યાન અગાઉના આરોપીઓના સગા દ્રારા તેના ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનામાં ફરીયાદીના દીકરા પાસેથી 2 લાખ રોકડા અને સોનાની ચેઇન સહિતની લૂંટ કરી હોવાનુ પણ ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ તરફ મોડાસા તાલુકા પોલીસે 16 લોકોના નામજોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કુંડોલઘાંટા ગામે એક પરિવાર પર હુમલો અને લૂંટની ઘટના સામે આવી છે. કુંડોલ ઘાંટા ગામે સુરેશભાઇ થાનાભાઇ કટારા ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.31 ડીસેમ્બરે તેમનો દીકરો મયુર બાઇક લઇ ને ગોરવાડાથી પરત ઘરે આવતી વખતે ગામના કેટલાંક ઇસમોએ તેમની સાથે માથાકુટ કરી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આ તરફ ફરીયાદીનો ભત્રીજો મનીષ તેમને છોડવવા વચ્ચે પડતાં તેને પણ ગડદાંપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ દરમ્યાન અન્ય ગ્રામજનો ભેગા થઇ જતાં આરોપીઓએ ફરીયાદીના દીકરા પાસે રહેલાં રોકડ રૂ.2,00,000(ગાડીના વેચાણ કરી લાવેલ તે), સોનાનો દોઢ તોલાનો દોરો, સેમસંગ કંપનીનો ફોન સહિતની લૂંટ કરી ફરાર થયા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે.

હડકંપ@મોડાસા: યુવક ઉપર ટોળું તુટી પડ્યું, 2 લાખ લઇ ફરાર, 16 વિરૂધ્ધ ગુનો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટના બાદ મયુર સહિતના ઇજાગ્રસ્તોને ગામના સરપંચ શૈલેષભાઇના એક્ટિવા પર બેસાડી સારવાર સારુ ટીંટોઇ સુધી લાવ્યા હતા. જે બાદમાં ટીંટોઇથી 108 દ્રારા મોડાસા સત્યમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તરફ ફરીયાદીનો દીકરો હરીષ ઘરે જવા નિકળ્યાં બાદ ઘાંટા વસવાટ ત્રણ રસ્તા પાસે આવતાં આરોપીઓના સગાંઓએ તેને રોક્યો હતો. જ્યાં તમે લોકો અમારા સંબંધી જોડે ઝઘડો કેમ કરો છો ? તેમ કહી ગાળાગાળી કરી મારામારી કરી હતી. જે બાદમાં બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી આરોપીઓએ જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. જીવલેણ હુમલાની ઘટનામાં યુવકને ગંભીર હાલતમાં મોડાસાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેમાં યુવકને મોંઢાના ભાગે તેમજ પગના ભાગે મળી દસ જેટલા ટાંકા આવ્યા છે જ્યારે હાથના ભાગે ફ્રેક્ચર થયું છે. સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસે આઇપીસીની કલમ 143, 147, 148, 149, 323, 324, 395, 504, 506(2), 427 અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીઓના નામ

  1. રમેશભાઇ સળુંભાઇ ડામોર
  2. લક્ષ્‍મણભાઇ સળુંભાઇ ડામોર
  3. મદનભાઇ શાંતિલાલ તરાળ
  4. જીજ્ઞેશભાઇ શાંતિલાલ તરાળ
  5. શાંતિલાલ કમજીભાઇ તરાળ
  6. કલ્પીતાબેન રમેશભાઇ ડામોર
  7. વાયલાબેન રમેશભાઇ ખરાડી
  8. સુભાષભાઇ શાંતીલાલ તરાળ
  9. દીલીપભાઇ અરવિંદભાઇ ખરાડી
  10. નરેશભાઇ લક્ષ્‍મણભાઇ ખરાડી
  11. જગદીશભાઇ ચીમનભાઇ ખરાડી
  12. અનીલભાઇ જયંતીભાઇ ખરાડી
  13. કાંતીભાઇ સળુંભાઇ ખરાડી
  14. કીરીટભાઇ પુંજાભાઇ ખરાડી
  15. નરેશ ખરાડીનો પુત્ર, તમામ રહે.કુડોલ ઘાંટા, તા.મોડાસા, જી.અરવલ્લી
  16. નવનીત રમેશ ગેલાત, રહે, ધરોલા, મેઘરજ, જી.અરવલ્લી