હડકંપ@પાટણ: 2 જીલ્લાના ઘરફોડ ચોરી કેસમાં ગેંગના 3 ઇસમ ઝબ્બે, 8 ગુના કબૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચાણસ્મા પોલીસ અને પાટણ LCBની ટીમે ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમોને દબોચી લીધા છે. પાટણ જીલ્લામાં છેલ્લા દસેક માસ દરમ્યાન ઘરફોડ ચોરીના કેસમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઇસમો ચોરીને અંજામ આપતાં હતા. જેને લઇ રેન્જ આઇજી અને SPની કડક સુચનાને પગલે LCB અને પોલીસ હરકતમાં આવી
 
હડકંપ@પાટણ: 2 જીલ્લાના ઘરફોડ ચોરી કેસમાં ગેંગના 3 ઇસમ ઝબ્બે, 8 ગુના કબૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા પોલીસ અને પાટણ LCBની ટીમે ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમોને દબોચી લીધા છે. પાટણ જીલ્લામાં છેલ્લા દસેક માસ દરમ્યાન ઘરફોડ ચોરીના કેસમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઇસમો ચોરીને અંજામ આપતાં હતા. જેને લઇ રેન્જ આઇજી અને SPની કડક સુચનાને પગલે LCB અને પોલીસ હરકતમાં આવી હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મેળવી 3 ઇસમોને LCB અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી કડક પુછપરછ કરી હતી. જેમાં ઇસમોએ ચોંકાવનારી વિગતો કબૂલતાં પોલીસે ત્રણેયને ઝડપી બાકી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં છેલ્લા દસેક માસ દરમ્યાન ઘરફોડ-ચોરી કરતી ગેંગને કારણે પ્રજાજનો હેરાન પરેશાન હતા. જેને લઇ રેન્જ આઇજી જે.આર.મોથાલિયા, SP પી અક્ષયરાજ અને DySp એ.કે.વાઘેલા સહિતે ગેંગને ઝડપી લેવા LCB અને સ્થાનિક પોલીસ મથકોએ સુચના આપી હતી. જે અનુસંધાને LCBના ઇ.PI એ.બી.ભટ્ટ અને ચાણસ્મા પોલીસના PI એસ.એ.ગોહિલ સહિતના સ્ટાફે ચોક્કસ બાતમીદારો ગોઠવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જેમાં ચાણસ્મા પોલીસ અને LCBને સંયુક્ત બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીના કેસોમાં 3 ઇસમોનો હાથ છે. જેને લઇ પોલીસે ત્રણેયને ઉઠાવી કડક અને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી હતી. જે બાદમાં ઝડપાયેલા ઇસમોએ પોતે ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યુ હતુ.

પાટણ LCB અને ચાણસ્મા પોલીસની ટીમે તમામ ગુનાવાળી જગ્યાના મોબાઇલ ટાવરના ડેટા મેળવી તેનો બારીકાઇથી અભ્યાસ કર્યો હતો. જે બાદમાં છેલ્લાં છ માસ દરમ્યાન ઘરફોડ ચોરીના ગુનામાં જામીન મુકત થયેલ આરોપીઓના નામ-સરનામા સબજેલ પાટણ તથા સબજેલ મહેસાણા ખાતેથી મેળવી તે આરોપીઓની તેમજ સ્થાનિક શકદાર તેમજ HS તથા MCR કાડૅધારકોની ખંતપુર્વેક તપાસ કરી હતી. આ સાથે બનાવવાળી જગ્યાની આજુબાજુ તેમજ ગામના એંટ્રી , એકઝીટ રસ્તા ઉપર આવેલ CCTV કેમેરાના ફુટેઝની તપાસણી કરી હતી.

હડકંપ@પાટણ: 2 જીલ્લાના ઘરફોડ ચોરી કેસમાં ગેંગના 3 ઇસમ ઝબ્બે, 8 ગુના કબૂલ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ દરમ્યાન ચાણસ્મા પોલીસના AHC સરદારસિંહ, APC ગુણવંતસિંહ તથા પાટણ LCBના APC વિનોદકુમારને આરોપીઓને લઇ સંયુક્ત બાતમી મળી હતી. જે આધારે સેધાજી છગનજી નારણજી ઠાકોર, રણજીતસિંહ સુલતાનસિંહ શકુરજી ઝાલા અને દીલીપજી રજુજી ઠાકોરને ઝડપી કડક પુછપરછ હાથ ધરાતાં તેમને 8 ગુનાઓની કબૂલાત કરતાં હડકંપ મચી ગયો છે.

આરોપીઓની ગેંગની મોડસ ઓપરેન્ડી

આ ગેંગના ઇસમો ગામના છેવાડે આવેલા ઘર અને તે ઘરની પાછળ ખુલ્લી પડતર જગ્યા અથવા ખેતર હોય તેવા ઘરને ટાર્ગેટ કરતાં હતા. આ સાથે આવવા-જવાના રસ્તાની દિવસે રેકી કરી એકાદ દિવસમાં ગેંગના સિલેક્ટેડ માણસો પોતાના આયોજન મુજબ ચોરી કરતાં હતા. જેમાં આયોજનબધ્ધ મકાનની પાછળની બારીમાંથી લોખંડની ગ્રીલ લોખંડની કોસથી બળ વાપરી ખોલી નાંખી ઘરમાં પ્રવેશી ચોરીના ગુનાને અંજામ આપતાં હતા. આરોપીઓ તમામ મુદ્દામાલનું વેચાણ કરી તે રૂપિયાની પોતાના મોજશોખ પુરા કરવાની ટેવવાળા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ચાણસ્મા પોલીસ અને LCBની આ ટીમે કરી કાર્યવાહી

ચાણસ્મા PI, એસ.એ.ગોહિલ, LCB ઇ.PI. એ.બી.ભટ્ટ, AHC. સરદારસિંહ, APC ગુણવંતસિંહ, આશિષકુમાર, રોનકકુમાર, લાલસિંહ (ચાણસ્મા પોલીસ), LCB ટીમના ASI અંબાલાલ, AHC વિપુલકુમાર, કયુમુદ્દીન, APC મોડજી અને લાલસિંહ સહિતની ટીમે ઘરફોડ ચોરી ગેંગના 3 ઇસમોને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા અને ગેંગના વોન્ટેડ આરોપીઓ

  1. સેધાજી છગનજી નારણજી ઠાકોર, રહે.કહીપુર ધોળીયાપુરા, તા.વડનગર, જી.મહેસાણા (પકડાયેલ છે)
  2. રણજીતસિંહ સુલતાનસિંહ શકુરજી ઝાલા, રહે.અમુઢ, નિશાળની પાછળ, તા.ઉંઝા, જી.મહેસાણા (પકડાયેલ છે)
  3. દીલીપજી રજુજી ઠાકોર, રહે.કહીપુર, તા.વડનગર, જી.મહેસાણા (પકડાયેલ છે)
  4. છગનજી નારણજી ઠાકોર, રહે.કહીપુર ધોળીયાપુરા, તા.વડનગર, જી.મહેસાણા
  5. ઠાકોર ગાંડાજી સબલપુર, તા.વડનગર
  6. દીલીપજી શંકરજી ઠાકોર, સબલપુર, તા.વડનગર
  7. ગલાજી રત્નાજી ઠાકોર, રહે.કહીપુર, કંબોયાપરામાં, તા.વડનગર
  8. અજીતજી રજુજી ઠાકોર, રહે.કહીપુર, તા.વડનગર
  9. બાલાજી ઠાકોર, રહે.છાબલીયા, તા.વડનગર
  10. ચેતનજી જીવાજી ઠાકોર, રહે.કરશનપુરા, તા.વિજાપુર
  11. કાળુજી તલાજી ઠાકોર, રહે.રામપુરા(કોટ) તા.વિજાપુર
  12. રાહુલજી જગાજી ઠાકોર, રહે.કહીપુર, તા.વડનગર

શોધાયેલ ગુનાની હકિકત :

હડકંપ@પાટણ: 2 જીલ્લાના ઘરફોડ ચોરી કેસમાં ગેંગના 3 ઇસમ ઝબ્બે, 8 ગુના કબૂલ્યાં

હડકંપ@પાટણ: 2 જીલ્લાના ઘરફોડ ચોરી કેસમાં ગેંગના 3 ઇસમ ઝબ્બે, 8 ગુના કબૂલ્યાં