હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ સ્થિત યુનિવર્સિટીની કારોબારી ચુંટણી રસાકસીભરી બને તે પહેલાં જ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈસી સભ્ય ફરી બનવા તૈયારીમાં લાગેલા શૈલેષ પટેલ વિરુદ્ધ રજૂઆત થઈ છે. જાણિતા વકીલે અનેક ફરિયાદોની વિગતો ટાંકી ઉમેદવારી સામે વાંધો રજૂ કર્યો છે. સંખ્યાબંધ ફરિયાદો દાખલ થયેલી હોઇ અનેક કેસોમાં આરોપી તરીકે બતાવી વાંધા
 
હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટીની કારોબારી ચુંટણી રસાકસીભરી બને તે પહેલાં જ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈસી સભ્ય ફરી બનવા તૈયારીમાં લાગેલા શૈલેષ પટેલ વિરુદ્ધ રજૂઆત થઈ છે. જાણિતા વકીલે અનેક ફરિયાદોની વિગતો ટાંકી ઉમેદવારી સામે વાંધો રજૂ કર્યો છે. સંખ્યાબંધ ફરિયાદો દાખલ થયેલી હોઇ અનેક કેસોમાં આરોપી તરીકે બતાવી વાંધા અરજી આપી છે. જેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમ્યાન વાંધા ધ્યાને લઇ કારણદર્શક હુકમ કરવા ચુંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

પાટણ શહેર સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. બે સભ્યની ટર્મ પૂર્ણ થતી હોઇ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અગાઉ ચુંટાયેલા શૈલેષ પટેલ તેમજ દિલીપ ચૌધરી સાથે ધારાસભ્ય ચંદનજી ઠાકોર, સંજય પટેલ અને કનૈયાલાલ પટેલ સહિતના મેદાનમાં છે. આજે ફોર્મ પરત લેવાનો દિવસ હોઇ રાજકીય સામાજિક દાવપેચ અને મનામણા સહિતની કવાયત ચરમસીમાએ પહોંચી છે. જોકે આ ગતિવિધિની વચ્ચે ગત 13 જાન્યુઆરીએ ચોંકાવનારી વાંધા અરજી આપી હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે.

હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

પાટણના જાણિતા વકીલ પંકજ વેલાણીએ 10થી વધુ મુદ્દા સાથે યુનિવર્સિટીની ચુંટણીના ઉમેદવાર શૈલેષ મોહનલાલ પટેલ વિરુદ્ધ વાંધો રજૂ કર્યો છે. જેમાં જુગાર, મિલકત તોડી પાડવી, આગ લગાવવી, ખંડણી ઉઘરાવવી, લૂંટફાટ અને કાવતરા સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો આક્ષેપ કરી વિગતવાર રજૂઆત કરી છે. રજૂઆતમાં આધાર તરીકે અનેક ફરિયાદ દાખલ થયાની વિગતો પણ આપી હોઈ ખળભળાટ મચી ગયો છે. વકીલ પંકજ વેલાણીએ પોતે લો શાખામાં મતદાર હોઇ વાંધો આપવા સક્ષમ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.

હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની કારોબારી સમિતીના બે સભ્યો ચુંટાય તે પહેલાં જ મોટો ઘટનાક્રમ સર્જાયો છે. જેના વિરોધમાં રજૂઆત થઈ છે તે શૈલેષ પટેલ પાટણ શહેર ભાજપાના મહામંત્રી હોઇ દોડધામ મચી ગઇ છે. પાટણ ભાજપ અને કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બદલે યુનિવર્સિટીની કારોબારીમાં પ્રવેશવા મોટી મથામણ જામી છે.

હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

સમગ્ર મામલે વકીલ પંકજ વેલાણીએ જણાવ્યું હતું કે, શૈલેષ પટેલ અનેક ગુનાઓમાં આરોપી હોઇ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ સામે વાંધો છે. વાંધા અરજી આપ્યા બાદ 4 વાગ્યા સુધી કોઇ નિર્ણય થયો છે કે કેમ તે અંગેનું મને જણાવેલ નથી. આ સાથે જાનનું જોખમ હોવાનું પણ વકીલ પંકજ વેલાણીએ જણાવ્યું છે.

હડકંપ@પાટણ: યુનિવર્સિટીની ચુંટણીના દાવેદાર સામે વાંધો, અનેક કેસોમાં આરોપીનો દાવો

આ ત્રણ દિગ્ગજો છે મેદાનમાં

કુલ 5 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યા બાદ આજે ફોર્મ પરત ખેંચવાના હતા. જેમાં ચંદનજી ઠાકોર અને કનૈયાલાલ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા હવે માત્ર 3 ઉમેદવારો રહ્યા છે. જેમાં શૈલેષ પટેલ, સંજય પટેલ અને દિલીપ ચૌધરી હોવાનું રજીસ્ટ્રાર ડી.એમ પટેલે જણાવ્યું હતું.