હડકંપ@પાટણ: ચૂંટણીના અભાવે વિદ્યાર્થીઓ રહ્યાં સેનેટથી વંચિત, ચોંકાવનારી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળ વચ્ચે આજે યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ પાટણ દ્રારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રજીસ્ટર્ડ સ્નાતકની 8 તથા અધ્યાપક વર્ગની 5 સેનેટની ખાલી પડેલ બેઠકની ચૂંટણી કરાવવા માંગ કરી છે. આ સાથે વિદ્યાર્થીઓની એક વર્ષ માટે સેનેટ તરીકે નિમણુંક કરતાં પરિપત્રને વેબસાઇડ પર મુકવાની પણ માંગ કરી છે.
 
હડકંપ@પાટણ: ચૂંટણીના અભાવે વિદ્યાર્થીઓ રહ્યાં સેનેટથી વંચિત, ચોંકાવનારી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે આજે યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ પાટણ દ્રારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રજીસ્ટર્ડ સ્નાતકની 8 તથા અધ્યાપક વર્ગની 5 સેનેટની ખાલી પડેલ બેઠકની ચૂંટણી કરાવવા માંગ કરી છે. આ સાથે વિદ્યાર્થીઓની એક વર્ષ માટે સેનેટ તરીકે નિમણુંક કરતાં પરિપત્રને વેબસાઇડ પર મુકવાની પણ માંગ કરી છે. તો આ નિમણુંકો પણ ઉતાવળે કરી હોવાનો આક્ષેપ કરી મેરીટ અને સમાનતાના આધારે નિમણુંક કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે.જે.વોરાને આજે યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ આવેદન આપ્યુ છે. જેમાં કુલપતિએ એક્ટની કલમ 16 મુજબ નિમવાના થતાં 12 વિદ્યાર્થીઓની નિમણુંક સેનેટ તરીકે ઉતાવળમાં કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે તેનો પરિપત્ર પણ નિયમો મુજબ વેબસાઇડ પર મુકવો જરૂરી હોવા છતાં 28-09-2020ના રોજ થોડીક વાર માટે મુકી ગાયબ કરાયો હોવાની વાત કરી છે. આ સાથે યુનિવર્સિટીમાં 300 વધુ કોલેજ હોવા છતાં 10 વિધાર્થીમાંથી એક જ ટ્રસ્ટના 5 અને યુનિવર્સિટી એક વિભાગના 2 વિધાર્થી કેમ મુક્યાં ? તે બાબતે પણ સવાલો કર્યા છે.

હડકંપ@પાટણ: ચૂંટણીના અભાવે વિદ્યાર્થીઓ રહ્યાં સેનેટથી વંચિત, ચોંકાવનારી રજૂઆત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ વેબસાઇડ પર પરિપત્ર ન મુકવા અને નકલો રવાના ન કરવી તે બાબતે કુલપતિની નિષ્ફળતાં હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે કુલપતિ સંસ્થાના હિતના નિર્ણયો કરવાના બદલે કોઇના દબાણમાં આવી નિર્ણયો કરતાં હોવાની રજૂઆત કરતાં હડકંપ મચી ગયો છે. કુલપતિના નેતૃત્વમાં યુનિવર્સિટી ચાલુ વર્ષે NAACના મુલ્યાંકનમાં અગાઉ મળેલ A ગ્રેડ સાચવી શકે તેવા કોઇ લક્ષણ દેખાતાં ન હોવાનું પણ જણાવ્યુ છે.

હડકંપ@પાટણ: ચૂંટણીના અભાવે વિદ્યાર્થીઓ રહ્યાં સેનેટથી વંચિત, ચોંકાવનારી રજૂઆત

યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ દ્રારા સમગ્ર બાબતો ધ્યાને લઇ પ્રથમ ખોટી રીતે નિમેલ 12 વિદ્યાર્થીઓની સેનેટ યાદી રદ્દ કરવા માંગ કરી છે. આ સાથે અનુસ્નાતક 2 અને સ્નાતક 4ના તમામ પરિણામ બાદ મેરીટ આધારે 12 વિદ્યાર્થી નિમવા રજૂઆત કરી છે. બાકી વિદ્યાર્થી અને અધ્યાપકના સેનેટની ચૂંટણી કરાવી પછી કારોબારીની ચૂંટણી કરવાની માંગ કરી છે. જો આમ કરવામાં નહીં આવે તો સરકારમાં રજૂઆત અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.

હડકંપ@પાટણ: ચૂંટણીના અભાવે વિદ્યાર્થીઓ રહ્યાં સેનેટથી વંચિત, ચોંકાવનારી રજૂઆત