હડકંપ@થરા: ચાલુ ટ્રકમાંથી 62 તેલના ડબ્બાની ચોરી, અજાણ્યા ઇસમો સામે FIR

અટલ સમાચાર, થરા કોરોના મહામારી વચ્ચે ચાલુ ટ્રકમાંથી તેલના ડબ્બાની ચોરી થવાની ફરીયાદ થરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઇ છે. 25 સપ્ટેમ્બરે સવારે તેલના ડબ્બા ભરેલી ટ્રક લઇ ચાલક અને ખલાસી બંને વ્યક્તિ 26 સપ્ટેમ્બરે થરા નજીક ભલગામ ટોલટેક્ષ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમને ટ્રક પાછળ જોતાં ખબર પડી હતી કે અંદરથી તેલના ડબ્બાની
 
હડકંપ@થરા: ચાલુ ટ્રકમાંથી 62 તેલના ડબ્બાની ચોરી, અજાણ્યા ઇસમો સામે FIR

અટલ સમાચાર, થરા

કોરોના મહામારી વચ્ચે ચાલુ ટ્રકમાંથી તેલના ડબ્બાની ચોરી થવાની ફરીયાદ થરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઇ છે. 25 સપ્ટેમ્બરે સવારે તેલના ડબ્બા ભરેલી ટ્રક લઇ ચાલક અને ખલાસી બંને વ્યક્તિ 26 સપ્ટેમ્બરે થરા નજીક ભલગામ ટોલટેક્ષ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમને ટ્રક પાછળ જોતાં ખબર પડી હતી કે અંદરથી તેલના ડબ્બાની ચોરી થઇ છે. જેને લઇ ચાલકે અજાણ્યા ઇસમો સામે થરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરા પોલીસ મથકે ચાલુ ટ્રકમાંથી તેલના ડબ્બાની ચોરીની ફરીયાદ નોંધાઇ છે. મૂળ બ્યાવર(રાજસ્થાન)ના મહેન્દ્રસિંહ વિરમસિંહ રાવત અને વિજેન્દ્રપાલસિંહ રાવત ડ્રાઇવર અને ખલાસીની નોકરી કરી છે. ગત તા. 25 સપ્ટેમ્બરના સવારે 08:30 વાગે આ બંને વ્યક્તિઓ ટ્રકમાં મુન્દ્રાથી તેલના ડબ્બાં ભરી જયપુર રાજસ્થાન જવા નિકળ્યા હતા. આ દરમ્યાન 26 સપ્ટેમ્બરના રોજ સવારે ભલગામ ટોલટેક્ષ પાસે ચા-પાણી કરવા ઉભા રહ્યા હતા. જ્યાં તેમને ટ્રેલર ગાડીના પાછળના ભાગેથી ઘાસના ડુચા દેખાતાં ચોંકી ઉઠ્યા હતા.

હડકંપ@થરા: ચાલુ ટ્રકમાંથી 62 તેલના ડબ્બાની ચોરી, અજાણ્યા ઇસમો સામે FIR

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ચાલુ ટ્રકમાંથી તેલના ડબ્બાં ચોરાવાની ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ચાલકે ટ્રક ચેક કરતાં કુલ તેલના ડબ્બાંમાંથી 62 ડબ્બાં જેથી કિ.રૂ. 92,690ની ચોરી થયાનું સામે આવ્યુ હતુ. જેને લઇ ચાલકે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ દાખલ કરાવી છે. ઘટનાને લઇ થરા પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.