હડકંપ@હિંમતનગર: મહિલાઓના ગ્રુપે લોન ભરી છતાં બાકી, તપાસમાં કર્મચારીએ 6 લાખ ઘરભેગા કર્યાનું ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરની ખાનગી કંપનીના ફિલ્ડ ઓફીસરે લોનના હપ્તાના પૈસા ઉઘરાવી જમા નહીં કરાવી 6.18 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ શહેરમાં આવેલ એક ખાનગી કંપની મહિલાઓને ગ્રુપલોન આપવાનું કામ કરે છે. કંપનીના ફિલ્ડ ઓફીસરે કંપનીએ જે મહિલાઓને લોન આપી હતી તેમની પાસેથી હપ્તાના પૈસા 9 મહિના સુધી ઉઘરાવી
 
હડકંપ@હિંમતનગર: મહિલાઓના ગ્રુપે લોન ભરી છતાં બાકી, તપાસમાં કર્મચારીએ 6 લાખ ઘરભેગા કર્યાનું ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરની ખાનગી કંપનીના ફિલ્ડ ઓફીસરે લોનના હપ્તાના પૈસા ઉઘરાવી જમા નહીં કરાવી 6.18 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ શહેરમાં આવેલ એક ખાનગી કંપની મહિલાઓને ગ્રુપલોન આપવાનું કામ કરે છે. કંપનીના ફિલ્ડ ઓફીસરે કંપનીએ જે મહિલાઓને લોન આપી હતી તેમની પાસેથી હપ્તાના પૈસા 9 મહિના સુધી ઉઘરાવી અને બાદમાં કંપનીમાં જમા કરાવ્યા નહોતા. આ તરફ અન્ય એક મેનેજરને હપ્તા ઉઘરાવવાની જવાબદારી સોંપાતાં સમગ્ર કાંડનો પર્દાફાર્શ થયો હતો. જેથી ફિલ્ડ ઓફીસરને પૈસા ભરવાનું કહેતાં તેણે અવાર-નવાર વાયદાઓ કરી પૈસા જમા નહીં કરાવતાં તેની સામે 6.18 લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે આવેલ મુથુટ માઇક્રોફીન કંપનીના ફિલ્ડ મેનેજર સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ મુથુટ માઇક્રોફીન લીમીટેડ કંપની દ્રારા ગત વર્ષોએ સ્થાનિક મહિલાઓને ગ્રુપ લોન આપવામાં આવી હતી. જેમાં તેના હપ્તાં ઉઘરાવવાની જવાબદારી ફિલ્ડ ઓફીસર માથાસુલીયાના વિજયસિંહ પરમારને સોંપાઇ હતી. જોકે વિજયસિંહે ભિલોડા તાલુકાની 101 જેટલી મહિલાઓ પાસેથી તા.1-1-2018થી 30/09/2018 કુલ કિ.રૂ. 6,18,489 હપ્તાં પેટે ઉઘરાવી કંપનીમાં જમા કરાવ્યા નહોતા. આ દરમ્યાન તા.18/10/2018ના રોજ કંપનીમાં દિવાનસિંહ ચૌહાણને મેનેજર તરીકે પોસ્ટીંગ મળતાં તેમને હપ્તાં ઉઘરાવવાની જવાબદારી સોંપાતાં સમગ્ર કાંડ બહાર આવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખાનગી કંપની દ્રારા ફિલ્ડ મેનેજરને આ બાબતે જાણ કરી પૈસા ભરી દેવા કહેવાયુ હતુ. જેથી ઇસમે તૈયારી બતાવતાં જે તે વખતે કંપનીએ પોલીસ ફરીયાદ કરી ન હતી. જોકે આજદીન સુધી ઇસમે વાયદાઓ બતાવી પૈસા નહીં ભરતાં કંપનીના મેનેજરે ઇસમ વિરૂધ્ધ હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકે 6.18 લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 408, 406, 420 મુજબ ગુનો નોંધતાં હાલ સમગ્ર કેસની તપાસ PSI એ.વી.જોષી ચલાવી રહ્યા છે.