હલ્લાબોલ@હિંમતનગર: વર્ષોથી પડતર પ્રશ્નોને લઇ આરોગ્ય કર્મીઓ લાલઘૂમ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ બાદ આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. હિંમતનગરના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને વિશાળ રેલી નિકાળી હતી. જેમાં મેલ-ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન સહિત 600થી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા. નોંધનિય છે કે, તમામ આરોગ્ય કર્મચારીઓ નવી જીલ્લા પંચાયત આગળ ધરણા પર બેસશે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં
 
હલ્લાબોલ@હિંમતનગર: વર્ષોથી પડતર પ્રશ્નોને લઇ આરોગ્ય કર્મીઓ લાલઘૂમ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ બાદ આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. હિંમતનગરના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને વિશાળ રેલી નિકાળી હતી. જેમાં મેલ-ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન સહિત 600થી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા. નોંધનિય છે કે, તમામ આરોગ્ય કર્મચારીઓ નવી જીલ્લા પંચાયત આગળ ધરણા પર બેસશે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. હિંમતનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આજે સવારે મોટી સંખ્યામાં રેલી નીકાળી હતી. વિશાળ રેલીમાં ફિમેલ હેલ્થ વર્કર,મેઈલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન સહિત 600થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. હિંમતનગરના ટાવરચોકથી સુત્રોચ્ચાર સાથે રેલી નીકળી નવી જીલ્લા પચાયત પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય કર્મચારીઓ વર્ષોથી પડતર માંગણીઓને લઇ સરકાર સામે જંગે ચડ્યા છે. સોમવારે સવારે આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશાળ રેલી યોજી હતી. જેમાં 600થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય કર્મચારીઓ નવી જિલ્લા પંચાયત આગળ કર્મચારીઓ ધરણા પર બેસવાની તૈયારી હાથ ધરી છે.