માનવતા@મહેસાણા: જીવન-મરણની વાત આવે ત્યારે ખાખી જ આગળ આવે

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસની મહામારી વચ્ચે ખાખીની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. તો મહેસાણા LCB અને ONGC-15 SRP ગૃપ દ્વારા સેવાકીય પ્રવુત્તિ કરવામાં આવી છે. જેમાં જરુરીયાતમંદોને જમવાની સગવડ પુરી પાડવામાં આવી છે. જેઓને કોઈ પણ પ્રકારના સહારાની આશા ના દેખાઈ તેવા સમયે ખાખીના જવાનો દેવદૂત બની સામે આવ્યા. મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં
 
માનવતા@મહેસાણા: જીવન-મરણની વાત આવે ત્યારે ખાખી જ આગળ આવે

અટલ સમાચાર, મહેસાણા 

કોરોના વાયરસની મહામારી વચ્ચે ખાખીની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. તો મહેસાણા LCB અને ONGC-15 SRP ગૃપ દ્વારા સેવાકીય પ્રવુત્તિ કરવામાં આવી છે. જેમાં જરુરીયાતમંદોને જમવાની સગવડ પુરી પાડવામાં આવી છે. જેઓને કોઈ પણ‌ પ્રકારના સહારાની આશા ના દેખાઈ તેવા સમયે ખાખીના જવાનો દેવદૂત બની સામે આવ્યા. મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં સેવાકીય પ્રવુતિ કરી માનવતાવાદી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માનવતા@મહેસાણા: જીવન-મરણની વાત આવે ત્યારે ખાખી જ આગળ આવે

મહેસાણાના ONGC-15 SRP ગૃપ અને LCB પોલીસ સ્ટાફ દ્વારા લોકોને જમણવારની વ્યવસ્થા કરી આપી હતી. જેમાં ONGC-15 SRP ગૃપ દ્વારા સેવાકીય પ્રવુતિ કરવામાં આવી છે. આ ગૃપના સેનાપતિ એવા DYSP રાણા સાહેબ સહિતનો સ્ટાફની કામગીરીથી ગરીબોને ભગવાનનો સાક્ષાત્કાર થયાની અનુભૂતિ થઈ હતી.

માનવતા@મહેસાણા: જીવન-મરણની વાત આવે ત્યારે ખાખી જ આગળ આવે

જ્યારે મહેસાણા એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા 300 માણસોને ખીચડી-કઢી અલગ અલગ વિસ્તારમાં ફરીને જમાડ્યા હતા. મહેસાણા લોકલ ક્રાઇમની ટીમ દ્વારા નવા ફુવારા, રેલવે સ્ટેશન, હેદરીચોક, ટી.જે. હાઈસ્કૂલ,
રાધનપુર ચોકડી, રામોસણા ચોકડી, રાજકમલ ચોકડી, મોઢેરા ચોકડી, નાગલપુર પાટિયા, ગાયત્રી મંદિર હાઇવે ઉપર જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશમાં મહામારીના સમયમાં વર્ધીધારીઓ પોતાના જાનના જોખમે સેવાકીય પ્રવૃતિઓ જોઈ પ્રજા આફરીન થઇ ગઈ હતી.

માનવતા@મહેસાણા: જીવન-મરણની વાત આવે ત્યારે ખાખી જ આગળ આવે

કેટલાક લોકોએ જણાવ્યું કે, પરિવારની ચિંતા મૂકી અમારી મદદ કરનારા આ ખાખીધારી જવાનોમા ઈશ્વરરૂપ દેખાઈ આવ્યું. આમ મહેસાણા જિલ્લામાં જવાનોની સેવાથી જિલ્લા અધિકારીઓ સાથે લોકો પણ આફરીન બન્યા હોનાની અનુભૂતિ થઈ હતી.