ઇડર: તીનપત્તીનો જુગાર રમતા 13 ઇસમોની અટકાયત

અટલ સમાચાર,ઇડર આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાનાએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકને સાબરકાંઠા જીલ્લામાં પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સુચના આપી હતી. જે સુચના અન્વયે એલ.સીબી
 
ઇડર: તીનપત્તીનો જુગાર રમતા 13 ઇસમોની અટકાયત

અટલ સમાચાર,ઇડર

આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાનાએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકને સાબરકાંઠા જીલ્લામાં પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સુચના આપી હતી.

જે સુચના અન્વયે એલ.સીબી શાખાના પો.ઇન્સ.વી.આર. ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ બી.યુ.મુરીમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી હકીકત મેળવી જુગાર તથા પ્રોહિબીશનની પ્રવુત્તી અંગે અસરકારક કામગીરી કરવા નેટવર્ક ગોઠવી હતી.

જે આધારે બાતમી મળેલ કે ઇડર મધુવન સોસાયટી આનંદનગરમાં રહેતા કૃણાલ પ્રદીપભાઇ રાવલ બહારથી પોતાના રહેણાંક ઘરમાં કેટલાક માણસોને બોલાવી નાળ કાઢી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જે હકીકત આધારે એલ.સી.બી.ના પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ૧ર ઇસમો જુગાર રમતા હોવાથી તેમની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ કુલ રોકડ રકમ રૂપીયા ૩૭૯૦૦/- તથા મોબાઇલ નંગ-૮ ની કિ .રૂ.૨૩૦૦૦/- તથા વાહન -૪ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩,૬૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે
તેમની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીઓ

(૧) કૃણાલ પ્રદીપભાઇ રાવલ રહે. ૧૭/મધુવન સોસાયટી આનંદ નગર વિસ્તાર, ઇડર તા.ઇડર
(૨) વિપુલકુમાર અનીલકુમાર શાહ રહે. ૩૯/આવકાર સોસાયટી, આનંદ નગર, ઇડર
(૩) હેમંતકુમાર બાબુભાઇ પરમાર રહે. ભાંભીવાસ નં.ર ઇડર તા.ઇડર
(૪) પીન્કલભાઇ બાબુભાઇ શાહ રહે. જુની કન્થાશાળા વિધ્યાલય, ઇડર તા.ઇડર
(૫) બચુભાઇ સાગરભાઇ ઠાકોર રહે. રેલ્વેફાટક પાસે ,બાલવા તા.જી. ગાંધીનગર
(૬) નવઘણભાઇ બીજલભાઇ ઠાકોર રહે. ફાટક પાસે ,બાલવા તા.જી.ગાંધીનગર
(૭) ભીખાજી ગાંડાજી ઠાકોર રહે.બસ સ્ટેન્ડ પાસે, વેડા તા.માણસા જીલ્લો ગાંધીનગર
(૮) રમેશભાઇ બીજલભાઇ ઠાકોર રહે. ફાટક પાસે, બાલવા તા.જી. ગાંધીનગર
(૯) પ્રવીણભાઇ કાંતીભાઇ રાવળ રહે. ૧૦૮/શીવમ સોસાયટી, ઇડર તા. ઇડર
(૧૦) હરેશકુમાર રતીલાલ નાયક રહે. રેલવેસ્ટેશન, માર્કેડયાર્ડની પાછળ, ઇડર તા.ઇડર
(૧૧) રહીશભાઇ દિલાવરભાઇ મેમણ રહે. ઇડર, ટાવર પાસે, કસ્બાવિસ્તાર તા.ઇડર
(૧૨) વિશાલકુમાર હસમુખભાઇ નાયી રહે.ગાયત્રીનગર,ઇડર
(૧૩) રણવીરસિંહ પ્રવીણસિંહ સોલંકી રહે.શ્રીનગર રોડ નં. ૧૧,ઇડર તા.ઇડર