રીપોર્ટ@ઇડર: ઇડરીયા ગઢને બચાવવા શહેર સ્વયંભૂ બંધ, ખનન પ્રવૃત્તિ રોકવાની માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરીયા ગઢમાં ફરી એકવાર ખનન અટકાવવા સ્થાનિકો મેદાને ઉતર્યા છે. અગાઉ આવેદનપત્રો અને અહિંસક આંદોલન બાદ ખનન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. જોકે હવે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર લીઝ માલિકો સક્રિય બન્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાને આવ્યા છે. સ્થાનિકો દ્રારા ભારે વિરોધ હોઇ આજે ઇડર શહેરના તમામ એસોસિએશનના
 
રીપોર્ટ@ઇડર: ઇડરીયા ગઢને બચાવવા શહેર સ્વયંભૂ બંધ, ખનન પ્રવૃત્તિ રોકવાની માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરીયા ગઢમાં ફરી એકવાર ખનન અટકાવવા સ્થાનિકો મેદાને ઉતર્યા છે. અગાઉ આવેદનપત્રો અને અહિંસક આંદોલન બાદ ખનન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. જોકે હવે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર લીઝ માલિકો સક્રિય બન્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાને આવ્યા છે. સ્થાનિકો દ્રારા ભારે વિરોધ હોઇ આજે ઇડર શહેરના તમામ એસોસિએશનના ટેકાથી ઇડર શહેર સ્વયંભૂ બંધ રહ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલ ઐતિહાસિક ઈડરિયા ગઢમાં ખનન રોકવા ફરી લોકો એકજૂટ થયા છે. અગાઉ ‘ઇડર ગઢ બચાવો સમિતિ’ સહીત સાબરકાંઠા જિલ્લાભરમાંથી આવેલા ગઢ પ્રેમીઓના ધરણા, આવેદનપત્રો અને અહીંસક લડાઈ બાદ વહીવટી તંત્ર ઝૂક્યું હતું. જેગી ગઢમાં ચાલી રહેલા ખનન પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, હવે ફરી એકવાર ખનન પ્રવૃત્તિ શરૂ કરાઇ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આજે સ્વયંભૂ ઇડર શહેર બંધ રહ્યું છે.

રીપોર્ટ@ઇડર: ઇડરીયા ગઢને બચાવવા શહેર સ્વયંભૂ બંધ, ખનન પ્રવૃત્તિ રોકવાની માંગ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઈડર શહેરના તમામ સંગઠનો, વેપારી એસોસિએશન, માર્કેટ યાર્ડ, બાર એસોસિયેશન, સહિત અનેક સમાજ દ્વારા ઈડર બંધને સમર્થન આપવામાં આવ્યું છે. લોકો ઈડરિયા ગઢને બચાવવા માટે એક થઈને બંધમાં જોડાયા છે. અનેક રજુઆત છતાંય ખનન બંધ ન થતા હવે સ્થાનિકો અને ગઢ બચાવો સમિતી પોતે જ મેદાને ઉતર્યાં છે. ઈડરિયા ગઢને બચાવવા માટે હવે ફરીથી આંદોલનની શરૂઆત થઈ છે. આવનારી પેઢી ઈડરિયો ગઢ જોઈ શકે તે માટે હાલ યુવાનો અને વડીલો બંધને સમર્થન આપી રહ્યા છે. તમામ લોકો એકજૂથ થઈને એક જ માંગ કરી રહ્યા છે કે ખનન કામ બંધ કરવામાં આવે. આજે આપવામાં આવેલા બંધ દરમ્યાન માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહી હતી. જોકે, એ પણ 12 વાગ્યા બાદ બંધ થઈ થઈ હતી. 12 વાગ્યા બાદ તમામ લોકો ઈડર ગઢ બચાઓ ચળવળમાં જોડાયા હતા.