MRP કરતા વધુ ભાવ લે તો નોંધાવો ફરિયાદ, સરકારે જાહેર કર્યું મેલ આઇડી

અટલ સમાચાર, ડેસ્ક એકતરફ રાજ્યમાં લૉકડાઉન દરમિયાન અને છૂટછાટ મળ્યા બાદ પણ અનેક વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી ભાવ કરતા વધુ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને પાન-મસાલાના વેપારીઓ દ્વારા વધુ ભાવ વસૂલવાની ઘટનાઓ રાજ્યભરમાંથી સામે આવી છે. આવી વિવિધ ઘટનાઓ બાદ ગ્રાહક સુરક્ષા વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાનુની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહકોના હિતમાં
 
MRP કરતા વધુ ભાવ લે તો નોંધાવો ફરિયાદ, સરકારે જાહેર કર્યું મેલ આઇડી

અટલ સમાચાર, ડેસ્ક

એકતરફ રાજ્યમાં લૉકડાઉન દરમિયાન અને છૂટછાટ મળ્યા બાદ પણ અનેક વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી ભાવ કરતા વધુ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને પાન-મસાલાના વેપારીઓ દ્વારા વધુ ભાવ વસૂલવાની ઘટનાઓ રાજ્યભરમાંથી સામે આવી છે. આવી વિવિધ ઘટનાઓ બાદ ગ્રાહક સુરક્ષા વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાનુની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહકોના હિતમાં કામગીરી કરતું હોઇ વિવિધ ચીજવસ્તુઓમાં એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા અંગેની ફરિયાદ માટે tolmapahd@gujarat.gov.in પર જાણ કરવા વિનંતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજદિન સુધી લગભગ 1700 જેટલા એકમો ઉપર તપાસો કરવામા આવેલ તેમજ 1100 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એમ કાનુની માપ વિજ્ઞાન તંત્રના નિયંત્રક ડી. એલ. પરમાર દ્વારા જણાવાયુ છે. નાયબ નિયંત્રક (એફ.એસ) દ્વારા મરી-મસાલાના પેકેટ્સ ઉપર કિંમતમાં છેકછાક અંગે વિશાલ સુપર માર્કેટ, સેક્ટર-૦૬, ગાંધીનગર ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં વિવિધ એકમો ખાતે તપાસ કરી એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા ૬ એકમો સામે કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરેના વેપારી એકમો ખાતે કુલ 500 નિરીક્ષણ કરવામાં આવેલ છે. જેમાં વધુ ભાવ લેવા અંગે કુલ 124 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર બાબતે મદદનીશ નિયંત્રક મહેસાણા દ્વારા 30 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.1,61,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. અમદાવાદ જીલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે 16 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂ.26,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. આ ઉપરાંત ખેડા, વલસાડ તથા જુનાગઢ જીલ્લામાં કુલ 17 એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.34,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઝુબેશ આગામી સમયમા પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે.