તમારી ઇન્કમ સારી હોવા છતાં પૈસાની બચત થતી નથી તો કરો આ 10 ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ વિજ્ઞાન ઘણું જ મહત્વનું બની રહે છે. ક્યારેક કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી તેની શુભાશુભ અસરો જોવા મળતી હોય છે. આપણે આજે એવી વસ્તુઓની વાત કરીશું જે ઘરમાં રાખીએ તો ધનની ઓછપ વર્તાતી નથી. ઘરમાં જો આ 10 વસ્તુઓ યોગ્ય દિશામાં રાખીએ તો પૈસાની ઉણપ નથી રહેતી અને સુખ
 
તમારી ઇન્કમ સારી હોવા છતાં પૈસાની બચત થતી નથી તો કરો આ 10 ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ વિજ્ઞાન ઘણું જ મહત્વનું બની રહે છે. ક્યારેક કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી તેની શુભાશુભ અસરો જોવા મળતી હોય છે. આપણે આજે એવી વસ્તુઓની વાત કરીશું જે ઘરમાં રાખીએ તો ધનની ઓછપ વર્તાતી નથી. ઘરમાં જો આ 10 વસ્તુઓ યોગ્ય દિશામાં રાખીએ તો પૈસાની ઉણપ નથી રહેતી અને સુખ સમુધ્ધિ વધે છે.

1 ઉત્તર દિશાને પાણીની દિશા માનમાં આવી છે, આ દિશામાં પાણીથી ભરેલુ માટલુ રાખવું જોઇએ. જો તમારી પાસે ફ્રિઝ તેમજ વોટર ફિલ્ટર પણ છે ત્યારે વાસ્તુની અનૂકુળતા માટે ડિઝાઇનર માટલુ શણગારીને રાખવું જોઇએ અને પાણી દરરોજ બદલતુ રહેવું જોઇએ.

2 વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, તમારા ઘરમાં મની પ્લાન્ટનો એક છોડ ઉગાડો. વાસ્તુ વિજ્ઞાન અનુસાર મની પ્લાન્ટનો છોડ મુકવા માટે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાના ભગવાન ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ- સમૃદ્વિનો કારક ગ્રહ હોય છે. બેલ અને લતાનો કારક ગ્રહ શુક્ર હોય છે એટલા માટે દક્ષિણ દિશામાં મની પ્લાન્ટ વાવવુ ધન માટે શુભ રહશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3 ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુ પુરૂષની પૂજા થાય છે. ઘરમાં વાસ્તુ પુરૂષની તસવીર કે મૂર્તિ લગાવી રાખો અને દરરોજ કપૂરનું ધૂપ કરીને પૂજા કરો. વાસ્તુ પરૂષ વાસ્તુ દોષનાં અશુભ પ્રભાવથી રક્ષા કરે છે.

4 ઘરનાં મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું નિશાન બનાવો તેમજ સ્વાસ્તિક લગાવો. ઘરની તરફ જોતા ગણેશજી પણ શુભ-લાભ આપે છે.

5 લક્ષ્મી માતાની સાથે કુબેરની મૂર્તિ અને કુબેર યંત્ર રાખો.

6. તમારા ઘરમાં 9 પિરામીડ રાખો તેનાથી તમામ દિશાનો વાસ્તુ દોષ દૂર થશે. જો એવું ન થઇ શકે તો માત્ર ને માત્ર એ ભાગમાં એક પિરામીડ રાખો જ્યાં ઘરના લોકો એક સાથે વાતચીત કરે છે. આ દરેક લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં સહાયક થશે તે ઘરની વૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરવા માટે મદદરૂપ થશે.

7 વાસ્તુશાસ્ત્ર અનુસાર, પંચમુખી હનુમાન વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે. એટલા માટે ઘરમાં એક પંચમુખી હનુમાનજીની પ્રતિમા પૂજા સ્થાન પર મુકવી જોઇએ.

8 પૂજાના ઘરમાં લાલ વસ્ત્રમાં વીટોળીને એક નારિયળ રાખો.

9ઘણી વખત કેટલાક લોકો સાથે એવું બને છે કે તેમની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.

10 ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાથે શંખ રાખો.