IMPACT@અટલ: આખરે ખેડબ્રહ્મા પાલિકા હરકતમાં, યુધ્ધના ધોરણે સફાઇ કરાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા નગરપાલિકાની સ્વચ્છતા સામે બેદરકારી સોમવારે પસિધ્ધ થઈ હતી. જેને લઇ મંગળવારે તાત્કાલિક અસરથી પાલિકા ઘ્વારા સાફ-સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ખેડબ્રહ્મા પાલિકા સ્વચ્છતા સામે ગંભીર નહિ હોવાની ખાત્રી કરાવતાં દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરમાં રખડતાં ઢોર સામે લાચારી બાદ કચરા સામે લાલીયાવાડી હોવાનું બહાર આવ્યુ હતુ. જોકે અટલ સમાચારના
 
IMPACT@અટલ: આખરે ખેડબ્રહ્મા પાલિકા હરકતમાં, યુધ્ધના ધોરણે સફાઇ કરાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નગરપાલિકાની સ્વચ્છતા સામે બેદરકારી સોમવારે પસિધ્ધ થઈ હતી. જેને લઇ મંગળવારે તાત્કાલિક અસરથી પાલિકા ઘ્વારા સાફ-સફાઇ અભિયાન હાથ ધરાયું છે.

ખેડબ્રહ્મા પાલિકા સ્વચ્છતા સામે ગંભીર નહિ હોવાની ખાત્રી કરાવતાં દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરમાં રખડતાં ઢોર સામે લાચારી બાદ કચરા સામે લાલીયાવાડી હોવાનું બહાર આવ્યુ હતુ. જોકે અટલ સમાચારના અહેવાલને પગલે તંત્ર જાણે ઉંઘમાંથી જાગ્યુ હોય તેમ મંગળવારે તાત્કાલિક અસરથી કચરાના ઢગલા સાફ કરાવી જગ્યાઓને ચોખ્ખી કરાવાઇ હતી.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરના શિત્તલચોકના પે એન્ડ યુઝ પાછળ અને માર્કેટયાર્ડ પાસે કચરાના ઢગ સ્વચ્છ ભારત અભિયાનની જાણે આબરૂ લઈ રહ્યા હોવાના અહેવાલને પગલે પાલિકા સફાળી જાગી છે. જેને લઈ સ્થાનિક શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.