ઈમ્પેક્ટ@ભાભર: લોકડાઉન કડક, ગામલોકોએ વાર મુજબ બહાર જવું

અટલ સમાચાર,ભાભર (દશરથ ઠાકોર) કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભાભરમાં મામલતદાર દ્રારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આજે સવારે અટલ સમાચાર ડોટ કોમ દ્રારા ભાભરમાં જાગૃતિના અભાવને કારણે ખરીદી કરવા ઉમટી પડેલા લોકોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેને લઇ હવેથી તાલુકાના ગામડાઓને નક્કી કરેલા વાર મુજબ જ ખરીદી કરવાની રહેશે. અટલ સમાચાર
 
ઈમ્પેક્ટ@ભાભર: લોકડાઉન કડક, ગામલોકોએ વાર મુજબ બહાર જવું

અટલ સમાચાર,ભાભર (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભાભરમાં મામલતદાર દ્રારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આજે સવારે અટલ સમાચાર ડોટ કોમ દ્રારા ભાભરમાં જાગૃતિના અભાવને કારણે ખરીદી કરવા ઉમટી પડેલા લોકોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેને લઇ હવેથી તાલુકાના ગામડાઓને નક્કી કરેલા વાર મુજબ જ ખરીદી કરવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડ્યા હોવાનું અહેવાલ અટલ સમાચારે પ્રસિધ્ધ કર્યો હતો. જેને લઇ તાત્કાલિક અસરથી ભાભર મામલતદારે પરિપત્ર કરી ગામડાઓના શહેરમાં ખરીદી માટે વાર નક્કી કરી દીધા હતા. જેમાં અલગ-અલગ ગામડાઓના લોકોને ખરીદી કરવા માટે નક્કી કરેલા અલગ-અલગ વાર મુજબ જવાનું રહેશે તેમ જણાવાયુ છે.

કયા ગામના લોકોને કયા વારે જવું ?

  • સોમવાર : ગાંગુણ, માનપુરા(ભા), વાવડી, વડપગ, ઢેકવાડી, ઉજ્જનવાડા, ચિચોદરા,ગોસણ, રોઇટા, કપરૂપુર, મોતીસરી
  • મંગળવાર : બેડા, તનવાડ, ઇન્દરવા નવા, ઇન્દરવા જૂના, જોરવાડા, ચાતરા, ચલાદર, મેશપુરા, સણવા, રૂની
  • બુધવાર : અબાળા, વડાણા, તેતરવા, ચેમ્બુવા, બુરેઠા, ચચાસણા, ઉંડાઇ, જાસનવાડા, ખંડોસણ
  • ગુરૂવાર : બરવાળા, ખારા, ભોડાળીયા, ભીમબોરડી, મીઠા, કુંવાળા, અસાણા, ખારી પાલડી, મેરા, સનેસડા
  • શુક્રવાર : દેવકાપડી, વજાપુર નવા, વજાપુર જુના, હરકુડીયા, લેણસેલા, બલોઘણ, રડકીયા, સુથાર નેસડી, અંબાસણા, નેસડા, કારેલા