અસર@ગુજરાત: રાજ્યમાં ‘ગુલાબ’ વાવાઝોડાના પગલે આજથી 3 દિવસ સુધી ઠંડકભર્યું વાતાવરણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં મંગળવારે રાતથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતનાં લોકો ત્રણ દિવસ સુધી આ ઠંડકનો અહેસાસ કરશે કેમ કે આ ઠંડક ‘ગુલાબ’ વાવાઝોડાના કારણે છે. જોકે હવામાનની આગાહી મુજબ આગાહી દિવસોમાં ‘શાહીન’
 
અસર@ગુજરાત: રાજ્યમાં ‘ગુલાબ’ વાવાઝોડાના પગલે આજથી 3 દિવસ સુધી ઠંડકભર્યું વાતાવરણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં મંગળવારે રાતથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતનાં લોકો ત્રણ દિવસ સુધી આ ઠંડકનો અહેસાસ કરશે કેમ કે આ ઠંડક ‘ગુલાબ’ વાવાઝોડાના કારણે છે. જોકે હવામાનની આગાહી મુજબ આગાહી દિવસોમાં ‘શાહીન’ વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના કારણે ઠંડક પ્રસર ગઈ છે. આ ઉપરાંત ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. તેના કારણે પણ ગુજરાતમાં ઠંડકનો માહોલ છે. ‘શાહીન’ વાવાઝોડું હાલમાં ડિપ ડિપ્રેશન છે. આ ડીપ ડીપ્રેશન બુધવારે વેલમાર્ક લો પ્રેરન બનશે.