IMPCT@જોટાણા: વિકાસલક્ષી કામોનું બોર્ડ ભુંસાયા બાદ નવિન બનાવ્યું

અટલ સમાચાર, જોટાણા (ભુરાજી ઠાકોર) જોટાણા તાલુકાના ગામોમાં વિકાસલક્ષી કામોના માહિતી સુચક બોર્ડ લગાવવામાં આવેલા છે. તાજેતરમાં સરેરાશ 50 હજારની કિંમતના બોર્ડ ગણતરીના દિવસોમાં ધોવાઇ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનો અહેવાલ અટલ સમાચાર ડોટ કોમ દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઇ સ્થાનિક તંત્ર દ્રારા નવિન બોર્ડ લગાવવામાં આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
IMPCT@જોટાણા: વિકાસલક્ષી કામોનું બોર્ડ ભુંસાયા બાદ નવિન બનાવ્યું

અટલ સમાચાર, જોટાણા (ભુરાજી ઠાકોર)

જોટાણા તાલુકાના ગામોમાં વિકાસલક્ષી કામોના માહિતી સુચક બોર્ડ લગાવવામાં આવેલા છે. તાજેતરમાં સરેરાશ 50 હજારની કિંમતના બોર્ડ ગણતરીના દિવસોમાં ધોવાઇ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનો અહેવાલ અટલ સમાચાર ડોટ કોમ દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઇ સ્થાનિક તંત્ર દ્રારા નવિન બોર્ડ લગાવવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામે ગાંધીજીની 150મી જન્મજયંતિવાળા બોર્ડ લગાવવામાં આવ્યુ હતુ. આ બોર્ડમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મારફત ગામમાં થયેલા વિકાસલક્ષી કામોની વિગતો હોય છે. આ માહિતી જાહેરમાં હોવાથી ગામલોકો વર્ષ સુધી જોઇ શકે તે માટે રાજ્ય-કેન્દ્ર સરકારે 50,000 સુધીનો ખર્ચ કરવાની મંજૂરી આપી હતી. જોકે સાંથલ ગામનું બોર્ડ ગણતરીના દિવસોમાં ભુંસાઇ ગયુ હોવાથી અટલ સમાચાર ડોટ કોમે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેને લઇ તંત્ર દ્રારા નવિન માહિતી સુચક બોર્ડ લગાવવામાં આવ્યુ છે.