ઈમ્પેક્ટ@મહેસાણા: ટીડીઓ પાસે માંગ્યો ખુલાસો, અધૂરા આવાસ પૂર્ણ કરવા આદેશ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજના સામે બેદરકારીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ડીડીઓની સુચનાને પગલે નિયામક દ્વારા ટીડીઓને ખુલાસો કરવા જણાવ્યું છે. જ્યારે જિલ્લાની તમામ તાલુકા પંચાયતોને અધૂરા આવાસ પૂર્ણ કરવા આદેશ કર્યા છે. આથી ગ્રામસેવકથી લઈ ઈજનેર આલમમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા તાલુકાના વિરતા ગામે પીએમ આવાસની સ્થિતિનો અહેવાલ અટલ
 
ઈમ્પેક્ટ@મહેસાણા: ટીડીઓ પાસે માંગ્યો ખુલાસો, અધૂરા આવાસ પૂર્ણ કરવા આદેશ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજના સામે બેદરકારીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ડીડીઓની સુચનાને પગલે નિયામક દ્વારા ટીડીઓને ખુલાસો કરવા જણાવ્યું છે. જ્યારે જિલ્લાની તમામ તાલુકા પંચાયતોને અધૂરા આવાસ પૂર્ણ કરવા આદેશ કર્યા છે. આથી ગ્રામસેવકથી લઈ ઈજનેર આલમમાં ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા તાલુકાના વિરતા ગામે પીએમ આવાસની સ્થિતિનો અહેવાલ અટલ સમાચારમાં પ્રસિદ્ધ થયો હતો. જેને ગંભીરતાથી લઈ જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ વિકાસ એજન્સીને ઘટતી કાર્યવાહી માટે જણાવ્યું હતું. જેથી નિયામકે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીનો ખુલાસો માંગ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં ખાત્રી કરવા આદેશ કર્યો છે.ઈમ્પેક્ટ@મહેસાણા: ટીડીઓ પાસે માંગ્યો ખુલાસો, અધૂરા આવાસ પૂર્ણ કરવા આદેશસૂત્રોએ જણાવ્યું હતું કે, રૂપિયા 1 લાખ 20 હજારની સહાયથી લાભાર્થીઓને બનાવી અપાતા આવાસ ખંડેર બનતા હોઇ યોજના સામે સવાલો ઉભા થયા છે. આથી આવા તમામ આવાસ શોધી યોજનાનો ઉદ્દેશ પાર પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકા પંચાયતોને આદેશ થયા છે.