અસર@પાટણ: પક્ષના નિર્ણયથી ભાજપી દિગ્ગજ નેતાનો આક્રોશ, નરેશ દવેનું રાજીનામું

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના કોર્પોરેટરે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઇ છે. ગુજરાત પ્રદેશ ભાજપના નિર્ણયથી ભાજપના દિગ્ગજ નેતાનો આક્રોશ સામે આવ્યો છે. પાટણ શહેર પ્રમુખને આપેલા રાજીનામામાં તેમણે જણાવ્યું છે કે, પ્રદેશ હાઇકમાન્ડ દ્રારા 3 ટર્મ ચૂંટણી જીતેલાંને ચૂંટણી લડવાની ના પાડવામાં આવી છે. જેને લઇ વોર્ડ
 
અસર@પાટણ: પક્ષના નિર્ણયથી ભાજપી દિગ્ગજ નેતાનો આક્રોશ, નરેશ દવેનું રાજીનામું

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના કોર્પોરેટરે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઇ છે. ગુજરાત પ્રદેશ ભાજપના નિર્ણયથી ભાજપના દિગ્ગજ નેતાનો આક્રોશ સામે આવ્યો છે. પાટણ શહેર પ્રમુખને આપેલા રાજીનામામાં તેમણે જણાવ્યું છે કે, પ્રદેશ હાઇકમાન્ડ દ્રારા 3 ટર્મ ચૂંટણી જીતેલાંને ચૂંટણી લડવાની ના પાડવામાં આવી છે. જેને લઇ વોર્ડ નં-9માં તેમના સ્થાને અન્ય કોઇને ટીકીટ મળે તેવી નોબત બની છે. આ તરફ હવે કોર્પોરેટરે ભાજપમાં અવગણના થતી હોવાનું કારણ ધરી આજે શહેર પ્રમુખને રાજીનામું ધરી દીધુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતની પાટણ નગર પાલિકાના ભાજપી નગરસેવકે અચાનક રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નં-9ના કોર્પોરેટર નરેશભાઇ દવેએ આજે પક્ષમાં અવગણનાનું કારણ ધરી રાજીનામું આપી દીધુ છે. રાજીનામામાં તેમણે જણાવ્યું છે કે, હું 2 વખત ભાજપ અને 1 વખત કોંગ્રેસ પક્ષમાં કોર્પોરેટર તરીકે રહેલ છુ. જેથી મને આધારભૂત સૂત્રોથી મળતી માહીતિ મુજબ વોર્ડ નં-9માં આ વખતે ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડવાની થતી નથી. જેને લઇ પક્ષમાં અવગણનાનો આધાર લઇ નરેશ દવેએ રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઇ છે.

અસર@પાટણ: પક્ષના નિર્ણયથી ભાજપી દિગ્ગજ નેતાનો આક્રોશ, નરેશ દવેનું રાજીનામું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પાટણમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટણના ભાજપી નગરસેવકે રાજીનામું ધરી દેતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સમગ્ર મામલે નરેશભાઇએ જણાવ્યું હતુ કે, મને જાણવા મળ્યાં મુજબ 3 ટર્મ ચૂંટણી લડેલાંને ભાજપ તરફથી ટીકીટ મળવાની નથી. હું પણ ત્રણ ટર્મ બે વખત ભાજપ અને એક વખત કોંગ્રેસમાંથી લડ્યો હોવાથી મને ટીકીટ નહીં મળે તેવું આધારભૂત સૂત્રોથી ખબર પડી છે. જેથી હું ઉભો રહું અને બાદમાં પક્ષ મને સસ્પેન્ડ કરે એનાં કરતાં હું અત્યાર થી જ રાજીનામું આપી દઉં છુ.