ઇમ્પેક્ટ@પાટણ: બીએડનું વિવાદાસ્પદ પેપર રદ્દ, રવિવારે ફરીથી પરીક્ષા લેવાશે

અટલ સમાચાર, પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા આજે લેવાયલ બીએડ સેમ-4ના વિવાદાસ્પદ ત્રીજા પ્રશ્નપત્રને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને સંબંધિતોની પ્રશ્નપત્ર વિરૂધ્ધ રજૂઆતોને પગલે અટલ સમાચાર ડોટ કોમ દ્રારા ન્યુઝ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન બેથી ત્રણ કલાકમાં તાત્કાલિક નિર્ણય લઇ આખુ પ્રશ્નપત્ર રદ્દ કરી આજની પરીક્ષા કેન્સલ ગણવામાં આવી
 
ઇમ્પેક્ટ@પાટણ: બીએડનું વિવાદાસ્પદ પેપર રદ્દ, રવિવારે ફરીથી પરીક્ષા લેવાશે

અટલ સમાચાર, પાટણ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા આજે લેવાયલ બીએડ સેમ-4ના વિવાદાસ્પદ ત્રીજા પ્રશ્નપત્રને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને સંબંધિતોની પ્રશ્નપત્ર વિરૂધ્ધ રજૂઆતોને પગલે અટલ સમાચાર ડોટ કોમ દ્રારા ન્યુઝ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન બેથી ત્રણ કલાકમાં તાત્કાલિક નિર્ણય લઇ આખુ પ્રશ્નપત્ર રદ્દ કરી આજની પરીક્ષા કેન્સલ ગણવામાં આવી છે. આથી સંકલિત શાળાનું નિર્માણ નામનું આજનું પેપર આગામી રવિવારે ફરીથી લેવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં ખુશી વધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા ઓનલાઇન પરીક્ષા અને તે પછીના નિર્ણયની મોટી અસર સામે આવી છે. આજે બીએડ સેમ-4ના ત્રીજા પ્રશ્નપત્રમાં શિક્ષણ સાથે-સાથે અનેક પ્રશ્નો મેડીકલ લાઇનને સંબંધિત પુછવામાં આવ્યા હતા. જેનાથી હજારો વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર જોઇ જવાબ આપવામાં ગોથે ચડ્યા હતા. પરીક્ષાને અંતે વિદ્યાર્થીઓમાં ભારે મુંઝવણ અને ચર્ચા વધી જતાં મામલો યુનિવર્સિટી સુધી આવ્યો હતો. અનેક રજૂઆતોને અંતે યુનિવર્સિટીએ આજનું પ્રશ્નપત્ર ગણતરીના કલાકોમાં રદ્દ કર્યુ છે.

ઇમ્પેક્ટ@પાટણ: બીએડનું વિવાદાસ્પદ પેપર રદ્દ, રવિવારે ફરીથી પરીક્ષા લેવાશે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુનિવર્સિટીએ સત્તાવાર પરીપત્ર કરી અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હોવાની રજૂઆતો આધારે ગંભીરતા લઇ વાઇસ ચાન્સેલરની સૂચના અનુસાર નિર્ણય જાહેર કર્યો છે. જેમાં આજનું પ્રશ્નપત્ર રદ્દ ગણી આગામી 13-09-2020ના રોજ બપોરે 3 કલાકે ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવું કાર્યકારી પરીક્ષા નિયામકે બીએડના વિદ્યાર્થીઓને જણાવ્યુ છે. યુનિવર્સિટી દ્રારા પરીક્ષા લેવી અને ગણતરીના કલાકોમાં રદ્દ કરવી તે ઘટના સત્તાધિશોની જવાબદારી અંગે અનેક સવાલો ઉભા કરી રહી છે.