ઈમ્પેક્ટ@સુઈગામ: ગણતરીના કલાકોમાં નવો થાંભલો નાખ્યો, ખેડૂતોને જોખમ ટળ્યું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકમાં બે દિવસથી વીજપોલ ધરાશાયી થતા જોખમ બન્યુ હતું. તાર સાથે વીજપોલ જમીન પર તુટી પડતા ખેડુતોને દુર્ઘટનાની સંભાવના સતાવી રહી હોવાનો અહેવાલ અટલ સમાચાર. કોમ દ્વારા પ્રસિદ્ધ કર્યાના ગણતરીના કલાકોમાં તંત્ર એક્ટિવ બન્યું છે. વીજ કંપની દ્વારા આખરે નવો વીજપોલ ઉભો કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લામાં
 
ઈમ્પેક્ટ@સુઈગામ: ગણતરીના કલાકોમાં નવો થાંભલો નાખ્યો, ખેડૂતોને જોખમ ટળ્યું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાં બે દિવસથી વીજપોલ ધરાશાયી થતા જોખમ બન્યુ હતું. તાર સાથે વીજપોલ જમીન પર તુટી પડતા ખેડુતોને દુર્ઘટનાની સંભાવના સતાવી રહી હોવાનો અહેવાલ અટલ સમાચાર. કોમ દ્વારા પ્રસિદ્ધ કર્યાના ગણતરીના કલાકોમાં તંત્ર એક્ટિવ બન્યું છે. વીજ કંપની દ્વારા આખરે નવો વીજપોલ ઉભો કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઈમ્પેક્ટ@સુઈગામ: ગણતરીના કલાકોમાં નવો થાંભલો નાખ્યો, ખેડૂતોને જોખમ ટળ્યું

બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદને પગલે મૂળભૂત સેવાઓમાં વિક્ષેપ થયો છે. સુઇગામ તાલુકાના સોનેથ ગામથી ગોપેશ્વર મહાદેવ જતી વીજલાઇનનો થાંભલો ધ્વસ્ત થતા વિધુતના તાર જમીન સાથે ટકરાયા હતાં. જેનાથી પસાર થતા રાહદારીઓ અને ખેડુતોને કરંટથી અકસ્માતની ભિતિ બની હતી.જે અહેવાલ અટલ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.

અટલ સમાચાર.કોમ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યાના કલાકોમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી વીજપોલ રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. જેથી સંભવિત જોખમો ટળ્યા છે તેમજ ખેડૂતોને રાહત મળી છે.