અમલ@મહેસાણા: મહાઅભિયાન હેઠળ 12.90 લાખ વ્યક્તિઓને સરકારી અનાજનું વિતરણ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે એકજુથ રાષ્ટ્રીય તાકાતને મળી નવી જાગૃતિ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સાથે એવી પરિસ્થિતી ન આવે કે કોઈ ગરીબના ઘરમાં ચુલો ન સળગે. લોકડાઉનની સાથે માહે-એપ્રિલ-2020થી ભારતના દરેક રાજ્યમાં દર મહિને કોઈ પણ NFSA લાભાર્થી કુટુંબના દરેક વ્યક્તિને 3.5 કિ.ગ્રા ઘઉ, 1.5 કિ.ગ્રા ચોખા અને રેશનકાર્ડ દીઠ 1 કિ.ગ્રા
 
અમલ@મહેસાણા: મહાઅભિયાન હેઠળ 12.90 લાખ વ્યક્તિઓને સરકારી અનાજનું વિતરણ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે એકજુથ રાષ્ટ્રીય તાકાતને મળી નવી જાગૃતિ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સાથે એવી પરિસ્થિતી ન આવે કે કોઈ ગરીબના ઘરમાં ચુલો ન સળગે. લોકડાઉનની સાથે માહે-એપ્રિલ-2020થી ભારતના દરેક રાજ્યમાં દર મહિને કોઈ પણ NFSA લાભાર્થી કુટુંબના દરેક વ્યક્તિને 3.5 કિ.ગ્રા ઘઉ, 1.5 કિ.ગ્રા ચોખા અને રેશનકાર્ડ દીઠ 1 કિ.ગ્રા ચણા વિનામુલ્યે વિતરણનું એક એવું મહાઅભિયાન શરૂ થયું છે. આ યોજનાને નવેમ્બર-2020 સુધી વધારવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ માહે ઓક્ટોબર-2020 દરમ્યાન મહેસાણા જિલ્લાના 2,86,642 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં કુટુંબો, અંત્યોદય કુટુંબો અને NON NFSA BPL કુટુંબોના 12,90,840 વ્યક્તિઓને  વિતરણ પ્રમાણ મુજબ વિનામુલ્યે ઘઉં, ચોખા અને ચણા મળવાપાત્ર થનાર છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જથ્થો લેવા આવનાર NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને માહે ઓક્ટોબર-2020નું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત રેશનકાર્ડધારકોને વ્યાજબી ભાવની દુકાનના સંચાલક દ્વારા તેઓના NFSA રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક આધારે તારીખવાર નીચે મુજબ વિતરણ કરવાનું રહેશે. રેશનકાર્ડ ધારકોને નીચે મુજબ જણાવેલ તારીખે પોતાના રેશનકાર્ડમાં દર્શાવેલ વ્યાજબી ભાવની દુકાને આધારકાર્ડ/અન્ય વૈકલ્પિક પુરાવા અને રેશનકાર્ડ બતાવી અનાજ મેળવવાનું રહેશે.

અ.નં NFSA રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક જથ્થો મેળવવાનો દિવસ
૨૧- ઓક્ટોબર-૨૦૨૦
૨૨- ઓક્ટોબર-૨૦૨૦
૨૩- ઓક્ટોબર-૨૦૨૦
૨૪- ઓક્ટોબર-૨૦૨૦
૨૫- ઓક્ટોબર-૨૦૨૦
૨૬- ઓક્ટોબર-૨૦૨૦
૨૭- ઓક્ટોબર-૨૦૨૦
૨૮- ઓક્ટોબર-૨૦૨૦
૨૯- ઓક્ટોબર-૨૦૨૦
૩૦- ઓક્ટોબર-૨૦૨૦
જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગોવશાત ઉક્ત નિયત થયેલ દિવસે વાજબી ભાવની દુકાન પર તેઓને P.M.G.K.A.Y યોજના અંતર્ગત મળવાપાત્ર ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો તેઓએ ૩૧ઓકટોબર૨૦૨૦ સુધીમાં  વાજબી ભાવની દુકાનેથી મેળવી શકશો