જીવલેણપ્રેમ@હળવદઃ કુંટુબીઓએ 22વર્ષીય યુવકને પેટ્રોલ છાંટી સળગાવી દીધો

અટલ સમાચાર.રાજકોટ મોરબી જિલ્લાના હળવદના વેગડવાવ ગામે ગઇકાલે 22 વર્ષીય યુવકને પ્રેમસંબંધ મામલે કુંટુબી ભાઇઓએ પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં ગુરુવારે રાત્રે વેગડવાવ ગામનો વિક્રમભાઈ હરિભાઈ (ઉ.વ.22) સુતો હતો ત્યારે તેમના કુટુંબી ત્રણભાઈઓ પ્રેમ સંબંધના કારણે હનુમાનજીના મંદિરના પટાગણમા આવ્યા અને
 
જીવલેણપ્રેમ@હળવદઃ કુંટુબીઓએ 22વર્ષીય યુવકને પેટ્રોલ છાંટી સળગાવી દીધો

અટલ સમાચાર.રાજકોટ

મોરબી જિલ્લાના હળવદના વેગડવાવ ગામે ગઇકાલે 22 વર્ષીય યુવકને પ્રેમસંબંધ મામલે કુંટુબી ભાઇઓએ પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં ગુરુવારે રાત્રે વેગડવાવ ગામનો  વિક્રમભાઈ હરિભાઈ (ઉ.વ.22) સુતો હતો ત્યારે તેમના કુટુંબી ત્રણભાઈઓ પ્રેમ સંબંધના કારણે હનુમાનજીના મંદિરના ‌પટાગણમા આવ્યા ‌અને વિક્રમ સુતો હતો ત્યારે મહાદેવભાઈ કાનજીભાઈ પીપળીયા (કોળી ) ગટાભાઈ કાનજીભાઈ પિપળીયા, દિનેશભાઈ કાનજીભાઈ પીપળીયા સહિતના ત્રણ શખ્સોએ વિક્રમભાઈ પર પંટ્રોલ છાંટી સળગાવતા ‌શરીર પર ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ગંભીર હાલતમાં વિક્રમભાઈને સારવાર માટે‌ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન હોસ્પિટલ મોત નીપજયું હતુ‌. મૃતક વિક્રમભાઈના પિતા હરેશભાઈ પીપળીયાએ હળવદ પોલીસમાં જણાવ્યું હતું કે મારા દીકરાને અમારા કુટુંબીજ ત્રણ ભાઈઓએ પેટ્રોલ છાંટીને સળગાવીને ‌ મોત નિપજાવેલ છે ત્યારે આ અંગેની ત્રણ શખ્સો ઓ સામે મૃતકના પિતાએ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી‌.