કોરોના વાયરસની મહામારી વચ્ચે, સ્ટેચ્યૂ ઑફ યૂનિટિનું ઑનલાઇન બુકિંગ બંધ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસની મહામારી જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે અને 29 માર્ચ સુધી શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્સ ઉપરાંત અનેક પર્યટક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધારનારા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતેના સફારી પાર્કને પણ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો
 
કોરોના વાયરસની મહામારી વચ્ચે, સ્ટેચ્યૂ ઑફ યૂનિટિનું ઑનલાઇન બુકિંગ બંધ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસની મહામારી જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે અને 29 માર્ચ સુધી શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્સ ઉપરાંત અનેક પર્યટક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધારનારા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતેના સફારી પાર્કને પણ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્ટેચ્યૂ ઑફ યૂનિટી મુલાકાતીઓ માટે ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ ઑનલાઇન બુકિંગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્રએ SoU ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, કોરોના વાયરસની દહેશતના કારણે સ્ટેચ્યૂ ઑફ યૂનિટિની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળો જેમ કે, સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સાસણ ગીર લાયન સફારી અને દેવળિયા પાર્કને પણ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં આવેલા જાણીતા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. વન વિભાગે મહત્વનો નિર્ણય લેતાં 29 માર્ચ સુધી તમામ નેશનલ પાર્ક અને ઝૂને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વન વિભાગે મહત્વનો નિર્ણય લેતાં 29 માર્ચ સુધી તમામ નેશનલ પાર્ક અને ઝૂને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.