રાજ્યસભામાં વિદેશ મંત્રીએ કહ્યુ આ 16 દેશમાં, ભારતીયો Visa વગર ફરી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયોને વીઝાની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ, માલદીવ, ભૂટાનઅને મોરિશ્યસ જેવા દેશ સામેલ છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરનએ રાજ્યસભામાં આ જાણકારી આપી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્યસભામાં એક લેખિત જવાબ રજુ કરતાં વિદેશ રાજ્ય
 
રાજ્યસભામાં વિદેશ મંત્રીએ કહ્યુ આ 16 દેશમાં, ભારતીયો Visa વગર ફરી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયોને વીઝાની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ, માલદીવ, ભૂટાનઅને મોરિશ્યસ જેવા દેશ સામેલ છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરનએ રાજ્યસભામાં આ જાણકારી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યસભામાં એક લેખિત જવાબ રજુ કરતાં વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને જણાવ્યું કે, 43 દેશ વીઝા-ઓન-અરાઇવલ સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સાધારણ પાસપોર્ટ ધારકોને ઇ-વીઝાની સુવિધા પ્રદાન કરે છે. આ દેશો માટે નહીં જોઈએ વીઝા – જે દેશોની યાત્રા માટે વીઝાની જરૂરિયાત નથી તે છે, બારબાડોસ, ભૂટાન, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, હોંગકોંગ, SAR, માલદીવ, મોરિશ્યસ, મોંટસેરાટ, નેપાળ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબેગો, સેન્ટ વિન્સેંટ અને ગ્રેનેડાઇનસ તથા સર્બિયા.

રાજ્યસભામાં વિદેશ મંત્રીએ કહ્યુ આ 16 દેશમાં, ભારતીયો Visa વગર ફરી શકે છે
જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈરાન, ઈન્ડોનેશિયા અને મ્યાનમાર એ દેશો પૈકી છે જે વીઝા-ઓન-અરાઇવલ સુવિધા પ્રદાન કરે છે અને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા એ 26 દેશોનો સમૂહ છે જેમની પાસે ઇ-વીઝાની સુવિધા છે. વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને જણાવ્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીયોને વીઝામુક્ત યાત્રા, વીઝા-ઓન-અરાઇવલ અને ઇ-વીઝા સુવિધા પ્રદાન કરનારા દેશોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે.