યુનિવર્સિટીઃ વાઈવાના કાર્યક્રમમાં તારીખ-વારમાં વિસંગતતા હાંસીપાત્ર બની

અટલ સમાચાર, મહેસાણા પાટણ સ્થિત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમ.એડ્.નો વાઈવા ગોઠવવામાં આવ્યો છે. જેમાં તારીખ સામે વાર લખવામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. જેનાથી વાઈવાના કાર્યક્રમનું પત્રક ઠેર-ઠેર હાંસીપાત્ર બની રહ્યું છે. ફરી એકવાર ઇન્ચાર્જ પરીક્ષા નિયામકની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમ.એડ્. સેમેસ્ટર-IVનો વાઈવા મે મહિનામાં શરૂ
 
યુનિવર્સિટીઃ વાઈવાના કાર્યક્રમમાં તારીખ-વારમાં વિસંગતતા હાંસીપાત્ર બની

અટલ સમાચાર, મહેસાણા

પાટણ સ્થિત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમ.એડ્.નો વાઈવા ગોઠવવામાં આવ્યો છે. જેમાં તારીખ સામે વાર લખવામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. જેનાથી વાઈવાના કાર્યક્રમનું પત્રક ઠેર-ઠેર હાંસીપાત્ર બની રહ્યું છે. ફરી એકવાર ઇન્ચાર્જ પરીક્ષા નિયામકની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

યુનિવર્સિટીઃ વાઈવાના કાર્યક્રમમાં તારીખ-વારમાં વિસંગતતા હાંસીપાત્ર બની

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમ.એડ્. સેમેસ્ટર-IVનો વાઈવા મે મહિનામાં શરૂ થશે. જેના માટે ચેરમેન અને ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે તારીખ 1મે થી 4 મે સુધીનો વાઈવા ભાષાભવનમાં આયોજીત કરવા નક્કી કર્યું છે. જોકે પરીક્ષાની તારીખ સામે સતત ત્રણ દિવસ ગુરુવાર લખવામાં આવ્યો છે. એટલે કે તારીખ સામે વાર બદલાતા નથી. જેથી પત્રક વિદ્યાર્થી અને પ્રોફેસર આલમમાં હાંસીપાત્ર બની રહ્યું છે.

આ સમગ્ર મામલે રજિસ્ટ્રારને યુનિવર્સિટીના ઈન્ચાર્જ પરીક્ષા નિયામક મિતુલ દોલીયાની વારંવારની ભૂલ અંગે પૂછતાં જણાવ્યું હતું કે સંબંધિત બાબતે ધ્યાન દોરી સુધારો કરાવીશું.