અયોગ્ય@ખેરાલુ: પાણી પુરવઠાની બેદરકારી, વિસ્ફોટની જેમ પાણીનો મારો

અટલ સમાચાર, મહેસાણા રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. આવો જ એક વિડીયો ખેરાલુ પંથકમાં વાયરલ થયો છે. પાણી પુરવઠાની ઘોર બેદરકારીથી વિસ્ફોટની જેમ પાણીનો મારો હવામાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પુરવઠા એકમે મરામતની કામગીરી હાથ ધરી હતી. ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે ભુર્ગભ લાઇનમાં ભંગાણ પડતા પાણી લીકેજ થયુ હતું. જેમાં જ્વાળામુખી
 
અયોગ્ય@ખેરાલુ: પાણી પુરવઠાની બેદરકારી, વિસ્ફોટની જેમ પાણીનો મારો

અટલ સમાચાર, મહેસાણા

રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. આવો જ એક વિડીયો ખેરાલુ પંથકમાં વાયરલ થયો છે. પાણી પુરવઠાની ઘોર બેદરકારીથી વિસ્ફોટની જેમ પાણીનો મારો હવામાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પુરવઠા એકમે મરામતની કામગીરી હાથ ધરી હતી.

ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે ભુર્ગભ લાઇનમાં ભંગાણ પડતા પાણી લીકેજ થયુ હતું. જેમાં જ્વાળામુખી કે વિસ્ફોટની જેમ પાણીના ફુવારા આકાશમાં ઉડ્યા હતા. ઘટનાને પગલે સ્થળ નજીક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે પાણી પુરવઠા તંત્રને જાણ થતાં તાત્કાલિક મરામતની કામગીરી કરવા તજવીજ હાથ ધરી હતી.