બનાવ@અમદાવાદ: બે જુદા-જુદા અકસ્માતમાં 1નું મોત 1 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક આજે લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજયું હતું. તો આજ હાઈવે પર એક કાર સળગવાનો મામલો પણ સામે આવ્યો છે. પ્રથમ અકસ્માતની ઘટનાની વાત કરીએ તો, આ બન્ને હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે પણ ફરી અકસ્માત સર્જાતા એક યુવકનું
 
બનાવ@અમદાવાદ: બે જુદા-જુદા અકસ્માતમાં 1નું મોત 1 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

આજે લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજયું હતું. તો આજ હાઈવે પર એક કાર સળગવાનો મામલો પણ સામે આવ્યો છે. પ્રથમ અકસ્માતની ઘટનાની વાત કરીએ તો, આ બન્ને હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે પણ ફરી અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના જસાપુર ગામના આશરે ૧૨૦ લોકો સંઘ લઈને પદયાત્રા કરતા ચોટીલા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાનપરા પાટિયા નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોન્ગ રોડ ઉપર આવી ગઈ હતી, જેમાં આ કારે સુનિલભાઇ રમેશભાઇ ગોહિલ અને જયરાજભાઇ અરવિંદભાઈ ગોહિલને ઝપેટમાં લીધા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીજી બાજુ સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર એક કાર સળગવાનો ફરી મામલો સામે આવ્યો હતો. હાઈવે પર પાણશીલા અને દેવપરાના પાટીયા પાસે અચાનક એક કાર સળગી ઉઠી હતી. કારમાં શોર્ટ સર્કિટ થતા કાર સળગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાર સળગી ત્યારે કાર ચાલક કાર ચલાવી રહ્યો હતો, પરંતુ તેણે સમયસૂચકતા વાપરી કાર ઉભી રાખી કારમાંથી બહાર આવી જતા, આબાદ બચાવ થયો હો. આ બાબતની જાણકારી મળતા પોલીસ અને ફાયરની ટીમ આવી પહોંચી હતી, અને આગ પર કાબુ મેળવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.