ઘટના@અમદાવાદઃ હૉસ્પિટલમાં આગ લાગતાં દોડધામ, મોટી જાનહાનિ ટળી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના બારેજા વિસ્તારમાં આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલનો ઉપરનો માળ શેડેડ હોવાનું જણાય છે જેમાં આજે આગ ભભૂકતી ઊઠી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ જતા લોકો એકઠા થઈ ગયા હતા. તેવામાં રેસ્ક્યૂ માટે ફાયરના લશ્કરો પણ આવી પહોંચ્યા હતા. હૉસ્પિટલના બીજા માળે દેખાતા પતરાના શેડમાંથી આગના ધૂમાડા અને
 
ઘટના@અમદાવાદઃ હૉસ્પિટલમાં આગ લાગતાં દોડધામ, મોટી જાનહાનિ ટળી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના બારેજા વિસ્તારમાં આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલનો ઉપરનો માળ શેડેડ હોવાનું જણાય છે જેમાં આજે આગ ભભૂકતી ઊઠી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ જતા લોકો એકઠા થઈ ગયા હતા. તેવામાં રેસ્ક્યૂ માટે ફાયરના લશ્કરો પણ આવી પહોંચ્યા હતા. હૉસ્પિટલના બીજા માળે દેખાતા પતરાના શેડમાંથી આગના ધૂમાડા અને વિકરાળ જ્વાળાઓ જોઈને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. સૌને મોટું અમંગળ થઈ જવાની ભીતિ હતી પરંતુ ઘટનામાં કઈ પણ જાનહાનિના અહેવાલ ન આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સહિત રાજ્યની અનેક શહેરોની કોવિડ હૉસ્પિટલો આગની લપેટમાં આવતા અત્યારસુધીમાં કેટલાય નિર્દોશ દર્દીઓ બળીને ભડથું થઈ ગયા છે. આ મામલે સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી પણ કાઢી હતી અને સરકારને તાકીદ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવી ફાયર પોલિસી પણ ઘડી કાઢી છે આગામી 26મી જાન્યુઆરીથી રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.