ઘટના@અમદાવાદ: સ્ટેડિયમ પાસે 3 દુકાનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે અમદાવાદ આજે સવારે એકાએક આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. નારણપુરા વિસ્તારમાં આવેલી મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 3 લોકો ફસાઈ ચૂક્યા હતા. કોમ્પલેક્સમાં લાગેલી આગ આસપાસની દુકાનોમાં ફેલાઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને 3 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. અને
 
ઘટના@અમદાવાદ: સ્ટેડિયમ પાસે 3 દુકાનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે અમદાવાદ આજે સવારે એકાએક આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. નારણપુરા વિસ્તારમાં આવેલી મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 3 લોકો ફસાઈ ચૂક્યા હતા. કોમ્પલેક્સમાં લાગેલી આગ આસપાસની દુકાનોમાં ફેલાઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને 3 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે પ્રખ્યાત મહારાજ સમોસા સેન્ટરમાં આગ લાગી હતી. આ આગ થોડા જ સમયમાં આસપાસની બે દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આ આગમાં ધાબા પર લોકો ફસાઈ ચૂક્યા હતા. આગનો કોલ મળતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ધાબા પર ફસાયેલાં લોકોનું રેસક્યુ હાથ ધર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ફાયર વિભાગે થોડી ક્ષણોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.