ઘટના@અમદાવાદ: ફેસબુકમાં યુવાને નર્સ પાસે બિભત્સ માંગણી કરતા ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક ટેક્નોલોજીનો વ્યાપ વધતા લોકો પણ હવે હાઈટેક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મોટાભાગના લોકો હવે સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો સોશિયલ મીડિયાનો સદપયોગ કરવાના બદલે દુરુપયોગ વધુ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી સામાજિક ઝઘડો હોય કે પછી એક તરફી પ્રેમ, લોકો
 
ઘટના@અમદાવાદ: ફેસબુકમાં યુવાને નર્સ પાસે બિભત્સ માંગણી કરતા ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

ટેક્નોલોજીનો વ્યાપ વધતા લોકો પણ હવે હાઈટેક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મોટાભાગના લોકો હવે સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો સોશિયલ મીડિયાનો સદપયોગ કરવાના બદલે દુરુપયોગ વધુ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી સામાજિક ઝઘડો હોય કે પછી એક તરફી પ્રેમ, લોકો બદલો લેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેના ફેસબુક મેસેન્જર પર 27 મેના દિવસે પટેલ નિલેશ નામના ફેસબુક આઈડી પરથી Hi, hello લખીને મેસેજ આવ્યો હતો. જે બાદમાં યુવતીએ તેનો પરિચય પૂછી તેના આઈડી પર મેસેજ ન કરવા કહ્યું હતું. બીજે દિવસે પટેલ નિલેશ નામના આઈડી પરથી જ મેસેજ આવ્યો હતો અને યુવતી સાથે બીભત્સ માગણી કરવામાં આવી હતી. આ મામલે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ સોલા પોલીસને કરી હતી. પોલીસે પટેલ નિલેશ નામના આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.