ઘટના@અમદાવાદ: શો-રૂમમાં નકલી ગ્રાહક સુરક્ષા અધિકારી બની આવેલા ઈસમો સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક નકલી માલ-સામાનને મોટી કંપનીના લોગો ચોંટાડી વેપાર કરતાં શો-રૂમ પર અનેકવાર સીઆઈડી દ્વારા રેઈડ કરવામાં આવતી હોય છે. એવામાં આ કાર્યવાહીની ખબરોનો દુરઉપયોગ કરવા માંગતી ટોળકીઓ પણ સક્રીય થઈ જતી હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના વસ્રાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં 6 જેટલા યુવકો એક કપડાના શો-રૂમમાં ઘુસી ગયા
 
ઘટના@અમદાવાદ: શો-રૂમમાં નકલી ગ્રાહક સુરક્ષા અધિકારી બની આવેલા ઈસમો સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નકલી માલ-સામાનને મોટી કંપનીના લોગો ચોંટાડી વેપાર કરતાં શો-રૂમ પર અનેકવાર સીઆઈડી દ્વારા રેઈડ કરવામાં આવતી હોય છે. એવામાં આ કાર્યવાહીની ખબરોનો દુરઉપયોગ કરવા માંગતી ટોળકીઓ પણ સક્રીય થઈ જતી હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના વસ્રાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં 6 જેટલા યુવકો એક કપડાના શો-રૂમમાં ઘુસી ગયા હતાં. જ્યાં તેમને પોતે ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસર હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ ફરીયાદીને આ મામલે શક જતાં તેમને આ મામલાની જાણ પોલીસને કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક કપડાના શો-રૂમમાં 6 યુવાનો પોતાની ઓળખ ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસરની આપી ઘુસી ગયા હતા. જ્યાં તેમને વિડિયોગ્રાફી શરૂ કરી દીધી હતી. બાદમાં આ નકલી ગ્રાહક સુરક્ષાના ઓફિસરે વિડિયોગ્રાફી તેમના સીનીયર ઓફિસર ધ્રુવરાજસિંહ વાઢેરને આપવાની વાત કરી હતી. આ દરમ્યાન તેમને કપડાના બીલ પણ માંગેલા. જેથી શો-રૂમના મેનેજરે આ મામલાની જાણકારી ફરિયાદીને કરી હતી. પરંતુ ફરિયાદી રાજેન્દ્રસિંહ રાજપુરોહીતને આ યુવાનો ઉપર વહેમ જતાં તેમને પોલીસને ઘટના સ્થળે બોલાવી દિધી હતી. આ દરમ્યાન તમામ 6 યુવકો જે પોતે ગ્રાહક સુરક્ષાના અધિકારી હોવાનુ જણાવી રહ્યા હતા તે તમામ શો-રૂમમાંથી જતાં રહ્યા હતા.

 

ઘટના@અમદાવાદ: શો-રૂમમાં નકલી ગ્રાહક સુરક્ષા અધિકારી બની આવેલા ઈસમો સામે FIR

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. હાલમાં આ મામલે પોલીસે શખ્સો વિરૂધ્ધ આઈપીસી કલમ 170,114 મુજબ ફરિયાદ દાખલ કરી છે. જેમાં સીસીટીવી કેમેરાના ફુટેજનો ઉપયોગ કરી આરોપી કોણ હતુ એ વિષયની તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.