ઘટના@અમદાવાદ: BOI બેંકમાં શોર્ટસર્કિટને કારણે આગ, જાનહાની ટળતાં રાહત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદની બેંક ઓફ ઇન્ડિયામાં આજે સવારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા કવાયત હાથ ધરી છે. હાલ આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે
 
ઘટના@અમદાવાદ: BOI બેંકમાં શોર્ટસર્કિટને કારણે આગ, જાનહાની ટળતાં રાહત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદની બેંક ઓફ ઇન્ડિયામાં આજે સવારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા કવાયત હાથ ધરી છે. હાલ આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે નોંધનીય છે કે, આ આગ સવારનાં સમયે લાગી હતી જેના કારણે કોઇ જાનહાની સર્જાઇ નથી. જો આ દુર્ઘટના બપોરનાં સમયે લાગી હોત તો બેંકમાં ઘણાં લોકોની સાથે બેંક કર્મચારીઓ પણ હાજર હોત.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં આજે વહેલી સવારે 8.30 કલાકે આગ લાગી હતી. ફાયર વિભાગની પ્રાથમિક તપાસ પ્રમાણે બેંકમાં વેન્ટિલેશનની જગ્યા પુરીને દીવાલ બનાવી દેવામાં આવી હતી. જેના કારણે આગનો ધૂમાડો દરવાજા સિવાય ક્યાંયથી પણ બહાર ન આવી શકે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવીને તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.

સમગ્ર મામલે એડિશનલ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતુ કે, આ બેંકની વેન્ટિલેશન સિસ્ટમ છે તે બધી બંધ કરી દેવામાં આવી છે. એટલે અદરનાં ધૂમાડાને બહાર આવવા માટે દરવાજા સિવાય કોઇ રસ્તો નથી. હાલ તેમના ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આગ લાગવાની શક્યતા છે. ત્યાં એટલો બધો સોલિડ વેસ્ટ, ડ્રાય વેસ્ટ કચરો પડ્યો છે કે તેમા આગ લાગે તો વધારે સ્પ્રેડ થવાના કારણોમાંનુ એક છે. આ બેંકમાં જે પણ અપડેટ કરવાની મેટર છે તે તેમના મેનેજર સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી છે.