ઘટના@અમદાવાદ: કોરોના વિશે સવાલ પુછતાં IAS અધિકારીએ ધારાસભ્યને બ્લોક કર્યા ?

અટલ સમાચાર, ડેસ્ક કોરોના કહેર વચ્ચે અમદાવાદના ધારાસભ્યને IAS અધિકારીએ બ્લોક કર્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હોઇ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ છેલ્લાં કેટલાક સમયથી સ્થાનિક ધારાસભ્ય IAS અધિકારીને કેસ અને દર્દીઓના મોત બાબતે સવાલો કર્યા હતા.
 
ઘટના@અમદાવાદ: કોરોના વિશે સવાલ પુછતાં IAS અધિકારીએ ધારાસભ્યને બ્લોક કર્યા ?

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે અમદાવાદના ધારાસભ્યને IAS અધિકારીએ બ્લોક કર્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હોઇ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ છેલ્લાં કેટલાક સમયથી સ્થાનિક ધારાસભ્ય IAS અધિકારીને કેસ અને દર્દીઓના મોત બાબતે સવાલો કર્યા હતા. જોકે અધિકારીએ જવાબ આપવાને બદલે તેમને બ્લોક કર્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોનાના આંકડમાં મોટી પોલંપોલ કરી રહી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ હતુ કે, અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, IAS રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બ્લોક કર્યા છે. અધિકારીઓ સવાલનો જવાબ આપવાને બદલે બ્લોક કરી રહ્યા છે. શું અધિકારીની પલાયનવૃતિ અમદાવાદના આંકડામાં કઈંક ખોટું થતું હોવાની ચાડી ખાય છે ? સવાલ છુપાવી શકશો મોં નહી. અધિકારી છો, જવાબ તો આપવો જ પડશે.