ઘટના@અમદાવાદ: ભેખડ ધસી પડતાં મજૂર દટાયો, ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરાના મહામારી વચ્ચે વાડજમાં આજે સવારે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. જેમાં કામ કરી રહેલ મજૂર દસ ફૂટ જેટલો અંદર દટાયો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં તાત્કાલિક ફાયરબ્રિગેડની બે ગાડીઓએ આવી સ્ટાફ સાથે ભારે જહેમત ઉઠાવી કવાયત હાથ ધરી હતી. જેમાં દટાયેલા યુવકને બહાર નીકાળી દેવાયો હતો.
 
ઘટના@અમદાવાદ: ભેખડ ધસી પડતાં મજૂર દટાયો, ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરાના મહામારી વચ્ચે વાડજમાં આજે સવારે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. જેમાં કામ કરી રહેલ મજૂર દસ ફૂટ જેટલો અંદર દટાયો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં તાત્કાલિક ફાયરબ્રિગેડની બે ગાડીઓએ આવી સ્ટાફ સાથે ભારે જહેમત ઉઠાવી કવાયત હાથ ધરી હતી. જેમાં દટાયેલા યુવકને બહાર નીકાળી દેવાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@અમદાવાદ: ભેખડ ધસી પડતાં મજૂર દટાયો, ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલા રામપીરના ટેકરા પર નરસિંગ સોસાયટી પાસે આજે સવારે ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં એક વ્યક્તિ નીચે દબાયો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. દટાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં તેની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના@અમદાવાદ: ભેખડ ધસી પડતાં મજૂર દટાયો, ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો

સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે પહેલા તો આવી ભેખડ ધસી પડવાની કોઈ જ ઘટના બની ન હોવાનું કહી દીધું હતું. જે બાદમાં કામમાં છીએ પછી વાત કરીશું કહ્યું હતું. પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં એક જ વ્યક્તિ અંદર કામ કરી રહ્યો હતો તે દરમ્યાનમાં માટી તેના પર પડી હતી. અંદાજે 10 ફૂટ જેટલું અંદર મજૂર દટાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની જ મદદ લેવી પડી હતી.