ઘટના@અમદાવાદ: LRD મહિલા પોલીસની સોનાની ચેઇન લૂંટી સ્નેચરો ફરાર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારે બાઇક પર આવેલા બે ચેઇન સ્નેચરો સામાન્ય માણસ તો ઠીક પણ મહિલા પોલીસની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. સવારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા LRD રખિયાલ પાસેથી એક્ટિવા પર જતા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સે ચેઇન તોડી લીધી હતી. મહિલા
 
ઘટના@અમદાવાદ: LRD મહિલા પોલીસની સોનાની ચેઇન લૂંટી સ્નેચરો ફરાર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારે બાઇક પર આવેલા બે ચેઇન સ્નેચરો સામાન્ય માણસ તો ઠીક પણ મહિલા પોલીસની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. સવારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા LRD રખિયાલ પાસેથી એક્ટિવા પર જતા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સે ચેઇન તોડી લીધી હતી. મહિલા નીચે પડી જતાં તેમને ઇજાઓ પણ થઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ચેઇન સ્નેચરો બેફામ બનતાં સામાન્ય જનતા તો શું પરંતુ હવે મહિલા પોલીસ પણ સલામત ન હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા LRD ગાયત્રીબેન પરમાર એક્ટિવા લઈને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેકસ્ટાઈલ ચાલી નંબર 1 પાસેથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઈ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગાયત્રીબેન એક્ટિવા પરથી પડી જતાં તેમને હાથના અને માથાને ભાગે સામાન્ય ઈજા પણ થઈ હતી. બાઇક પર આવેલા ચેઇન સ્નેચરમાંથી એક આરોપીએ માસ્ક પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે માસ્ક પહેર્યું ન હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગાયત્રીબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.