બનાવ@અમદાવાદઃ 10 વર્ષનો પરિવારનો એકના એક દિકરો, પતંગ ચગાવતાં ધાબેથી પટકાતા મોત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં 10 વર્ષીય રોનક રાવતનું મોત નીપજ્યું છે. તેના મામા ગીરીશભાઈ રાવતે જણાવ્યું કે રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા. અટલ સમાચાર
 
બનાવ@અમદાવાદઃ 10 વર્ષનો પરિવારનો એકના એક દિકરો, પતંગ ચગાવતાં ધાબેથી પટકાતા મોત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં 10 વર્ષીય રોનક રાવતનું મોત નીપજ્યું છે. તેના મામા ગીરીશભાઈ રાવતે જણાવ્યું કે રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત નું મોત નીપજ્યું છે. તેના મામા ગીરીશભાઈ રાવતે જણાવ્યું કે રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા.

 

વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું જણાવી પરિવારજનોને લોકોને અપીલ કરી રહ્યા છે કે વાલીઓ એ ખાસ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. પતંગ ચગાવવા બાળક જાય કે ધાબે કોઈ કારણ થી જાય ત્યારે એક મોટી વ્યક્તિએ સાથે રહેવું જોઈએ. ખાસ તો પતંગ ચગાવતી વખતે કે પતંગ લૂંટતી વખતે બાળક ભાન ન ભૂલે તે કાળજી રાખવી વાલીઓની જવાબદારી બને છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.