ઘટના@અમદાવાદ: શાળાની ફીમાં હિસાબ મામલે બોલાચાલી, ટ્રસ્ટીને જાનથી મારી નાંખવાની ધમકી

અટલ સમાચાર,ડેસ્ક કુબેરનગરમાં કાકાના કહેવાથી શાળાના ટ્રસ્ટી એ એક વ્યક્તિના ભત્રીજાને નોકરી એ રાખ્યો તો ભત્રીજા એ ફીનાં હિસાબ માં લાખ્ખોનો ગોટાળો કર્યો હતો. જોકે, આ રૂપિયા પરત માંગતા કાકાએ ટ્રસ્ટી ને ધમકી આપી કે, હવે એક કરોડ રૂપિયા તૈયાર રાખજે, નહિ તો જાનથી મારી નાંખીશ. ઘટના બાદ કુબેરનગરમાં આદર્શ સ્કૂલના ટ્રસ્ટી શિલ્પાબેન પટેલે એરપોર્ટ
 
ઘટના@અમદાવાદ: શાળાની ફીમાં હિસાબ મામલે બોલાચાલી, ટ્રસ્ટીને જાનથી મારી નાંખવાની ધમકી

અટલ સમાચાર,ડેસ્ક

કુબેરનગરમાં કાકાના કહેવાથી શાળાના ટ્રસ્ટી એ એક વ્યક્તિના ભત્રીજાને નોકરી એ રાખ્યો તો ભત્રીજા એ ફીનાં હિસાબ માં લાખ્ખોનો ગોટાળો કર્યો હતો. જોકે, આ રૂપિયા પરત માંગતા કાકાએ ટ્રસ્ટી ને ધમકી આપી કે, હવે એક કરોડ રૂપિયા તૈયાર રાખજે, નહિ તો જાનથી મારી નાંખીશ. ઘટના બાદ કુબેરનગરમાં આદર્શ સ્કૂલના ટ્રસ્ટી શિલ્પાબેન પટેલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ કાળુભાઇ દેસાઈ નામના વ્યક્તિએ તેમના ભત્રીજા જયદીપ રબારીને સ્કૂલમાં નોકરી એ રાખવા માટે ભલામણ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કુબેરનગરમાં આદર્શ સ્કૂલના ટ્રસ્ટી શિલ્પાબેન પટેલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જયદીપ રબારીને શાળામાં ક્લાર્ક તરીકે નોકરીએ રાખ્યો હતો. અને શાળાના તમામ નાણાંનો વહીવટ તેને આપ્યો હતો. લોકડાઉન બાદ શાળામાં જઈને ફીની વાર્ષિક હિસાબ કરતા લાખ્ખો રૂપિયાનો હિસાબ મળતો નહોતો. જેથી આ બાબતે ફરિયાદીએ જયદીપને પૂછતા તેણે કહ્યું હતું કે તેણે શાળાની ફી ના 23 લાખ 75 હજાર લીધા છે. જે રૂપિયા હું તમને ત્રણેક મહિના માં ચૂકવી આપીશ.

આ તરફ કાળુભાઇને જાણ કરાતાં કાળુભાઈએ પણ કહ્યું હતું કે, તે આ રૂપિયાનો નિકાલ કરાવી આપશે. જોકે, દસેક દિવસ બાદ જયદીપે મકાન ખાલી કરીને જતો રહ્યો હતો. જેથી આ બાબતની જાણ પોલીસ કરવા માટે ફરિયાદી એસીપી જી ડિવિઝન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે કાળુને પણ બોલાવ્યો હતો. જ્યાં ઓફિસ આગળ કાળુ એ ફરિયાદીને ધમકી આપી હતી કે હવે એક કરોડ રૂપિયા તૈયાર રાખજે, નહિ તો જાન થી મારી નાંખીશ. જેથી ફરિયાદી એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ એ આ મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.