ઘટના@અમદાવાદ: મંદીરમાં પોલીસનું રૂપ જોઇ ગૃહમંત્રી દોડ્યા, મોરચો સંભાળ્યો

અટલ સમાચાર,ડેસ્ક સરકારના અનેક પ્રયાસો અને ભક્તોની લાગણી છતાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાના ભાગરૂપે મંદિરમાં જગન્નાથ મંદિર ખાતે જ રથોને પરિક્રમા કરાવવામાં આવી હતી. જે બાદ રથોને મંદિરમાં ભક્તોના દર્શન માટે લાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ દરમ્યાન મંદીર પરીસરમાં પોલીસનું રૂપ જોઇ ગૃહમંત્રીએ દોડી આવી મોરચો સંચાળ્યો હતો. ગૃહમંત્રીએ જેસીપીને બોલાવીને ભક્તો
 
ઘટના@અમદાવાદ: મંદીરમાં પોલીસનું રૂપ જોઇ ગૃહમંત્રી દોડ્યા, મોરચો સંભાળ્યો

અટલ સમાચાર,ડેસ્ક

સરકારના અનેક પ્રયાસો અને ભક્તોની લાગણી છતાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાના ભાગરૂપે મંદિરમાં જગન્નાથ મંદિર ખાતે જ રથોને પરિક્રમા કરાવવામાં આવી હતી. જે બાદ રથોને મંદિરમાં ભક્તોના દર્શન માટે લાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ દરમ્યાન મંદીર પરીસરમાં પોલીસનું રૂપ જોઇ ગૃહમંત્રીએ દોડી આવી મોરચો સંચાળ્યો હતો. ગૃહમંત્રીએ જેસીપીને બોલાવીને ભક્તો સામે લાકડી ન ઉગામવાની સૂચના આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@અમદાવાદ: મંદીરમાં પોલીસનું રૂપ જોઇ ગૃહમંત્રી દોડ્યા, મોરચો સંભાળ્યો

આજે રથયાત્રા દરમ્યાન અમિત વિશ્વકર્મા પાસે આવતા તેમણે તેમને ભક્તોને લાકડીથી દૂર ન કરવાની સૂચના આપી હતી. ભક્તોની લાગણીને ઠેંસ ન પહોંચે તેનું ધ્યાન રાખવાની સૂચના પ્રદીપસિંહે પોલીને આપી હતી. ભક્તો મંદિરના પ્રદેશ દ્વારથી અંદર આવે તે પછી તેમને કોઈ તકલીફ નથી પડી રહીને તે બાબતનું પ્રદીપસિંહે જાતે જ નિરીક્ષણ પણ કર્યું હતું. પ્રદીપસિંહ મંગળા આરતી પહેલાથી જ ભગવાન જગન્નાથ મંદિર પહોંચીને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેમને મંદિર ખાતે એક ખાસ રૂમ ફાળવવામાં આવ્યો છે.

ઘટના@અમદાવાદ: મંદીરમાં પોલીસનું રૂપ જોઇ ગૃહમંત્રી દોડ્યા, મોરચો સંભાળ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સવારે રથોને મંદિરમાં પરિક્રમ કરાવ્યા બાદ લોકોનાં દર્શન માટે લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદીપસિંહ મહંતની ઓફિસમાં બેઠા હતા. તેમણે જોયું કે પોલીસકર્મીઓ લાકડીથી ભક્તોને દૂર કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પોલીસ લાકડીને પ્રયોગ કરી રહી હોવાનું જાણતા જ પ્રદીપસિંહ ઓફિસમાંથી બહાર આવી ગયા હતા અને ત્યાં હાજર જેસીપી અમિત વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા હતા. આ દરમિયાન પોલીસે ભક્તો સામે લાકડી ઉગામતા પ્રદીપસિંહે પોલીસને સૂચના આપી હતી કે સુરક્ષા માટે વ્યવસ્થા ગોઠવો પરંતુ ભક્તો સામે લાકડી ન ઉગામો. મંદિરના પ્રાંગણમાં રથો જ્યાં ગોઠવાયેલા છે તેની સામે જ મંદિરના મહંત દિલીપદાસજીની ઓફિસ આવેલી છે. અહીંથી જ પ્રદીપસિંહ તમામ વસ્તુઓ પર નજર રાખી રહ્યા છે.