ઘટના@અમદાવાદ : પોલીસ પર ગાડી ચડાવનાર ઈસમનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક જુહાપુરા વિસ્તારમાં પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરનારનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તેના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, મે જુહાપુરા કા ડોન હુ. જેમાં તે હવામાં ફાઈરિંગ પણ કરી રહ્યો હોવાનુ દેખાઈ રહ્યુ હતુ. આવી રીતે જાહેરમાં ફાઈરિંગ કરી આસપાસના
 
ઘટના@અમદાવાદ : પોલીસ પર ગાડી ચડાવનાર ઈસમનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુહાપુરા વિસ્તારમાં પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરનારનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તેના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, મે જુહાપુરા કા ડોન હુ. જેમાં તે હવામાં ફાઈરિંગ પણ કરી રહ્યો હોવાનુ દેખાઈ રહ્યુ હતુ. આવી રીતે જાહેરમાં ફાઈરિંગ કરી આસપાસના લોકોને ભયભીત કરવાની કોશીષ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઈ કાલે પોલીસને બાતમી મળી હતી કે, જુહાપુરામાં આવેલ ફતેવાડી નજીક એક શખ્સ પોતાની કારમાં ધાતક હથિયાર સાથે જઇ રહ્યો છે.  જેના આધારે  પોલીસકર્મીઓ તપાસ માટે પહોંચ્યા ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતાં આરોપીએ પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં એક  કોન્સટેબલ ને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે  જીવરાજ હોસ્પિટલ ખસેડાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અમીન મારવાડી નામનો શખ્સ પોતાની એન્ડયુવર ગાડીમાં એક દેશી રિવોલ્વર, બેસબોલ ના દંડા , તલવાર સહિતના ધાતકી હથિયાર લઇને નિકળ્યો હતો. આરોપીની ગાડીની નંબર પ્લેટ ની ઉપર ભાજપના હોદેદારની પ્લેટ પણ લગાવવામાં આવી હતી. હાલ સુધી હોદેદાર છે કે નહિ તેની કોઇ ખાતરી થઇ નથી વેજલપુર પોલીસે ગાડી સહિતનો મુદામાલ કબજે કરીને આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.