ઘટના@અમીરગઢ: વેપારીની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, 9 વ્યક્તિઓ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ તાલુકાના ગામે વેપારીની જમીનમાં કેટલાંક ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડી હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ વેપારીની જમીનમાં ભાગીયા તરીકે કામ કરતાં ખેડૂતે કહેલ કે, ગામના 9 વ્યક્તિઓએ આપણાં ખેતરમાં કબજો કરી લીધો છે. અને અમોને પણ ખેતરમાં નહીં આવવાની ધમકી આપી છે. જેને લઇ વેપારીએ
 
ઘટના@અમીરગઢ: વેપારીની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, 9 વ્યક્તિઓ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ તાલુકાના ગામે વેપારીની જમીનમાં કેટલાંક ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડી હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ વેપારીની જમીનમાં ભાગીયા તરીકે કામ કરતાં ખેડૂતે કહેલ કે, ગામના 9 વ્યક્તિઓએ આપણાં ખેતરમાં કબજો કરી લીધો છે. અને અમોને પણ ખેતરમાં નહીં આવવાની ધમકી આપી છે. જેને લઇ વેપારીએ બનાસકાંઠા કલેક્ટરમાં જમીન પચાવી પાડી પ્રતિબંધ અધિનિયમ લગત અરજી કરતાં પત્રને લઇ 9 વ્યક્તિ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના વેપારીએ 9 વ્યક્તિ સામે જમીન પચાવી પાડવાને લઇ ફરીયાદ નોંધાવી છે. ઇકબાલગઢના રાજેશકુમાર મદનલાલ અગ્રવાલની માંડલીયા ગામની સીમમાં રેવન્યુ સર્વે નં. 10/1, 10/2 અને 11/1 ની જમીન આવેલી છે. જે જમીનનો ગેરકાયદેસર કબજો અમીરગઢના રબારણ ગામના 9 વ્યક્તિ પાસે હોઇ તેઓની વિરૂધ્ધમાં કોર્ટમાં મેટર હતી. જે બાદમાં દાવો ચાલી જતાં જેનું પરિણામ વેપારી તરફ આવ્યુ હતુ.

ઘટના@અમીરગઢ: વેપારીની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, 9 વ્યક્તિઓ વિરૂધ્ધ FIR

આ દરમ્યાન તા.22 માર્ચ 2021ના રોજ વેપારીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં જગાભાઇ ભગવાનભાઇ રબારી અને કાન્તીભાઇ પુનમાભાઇ ચૌહાણે આવીને કહેલ કે, આપણાં ખેતરમાં રબારણ ગામના 9 વ્યક્તિઓએ આવી ધમકી આપી લૂંટ કરી હતી. જેમાં ચાંપીબેન ખીમાભાઇ વાંસીયા, બાબુભાઇ ખીમાભાઇ વાંસીયા, માનકીબેન ખીમાભાઇ વાંસીયા, સોમાભાઇ ખીમાભાઇ વાંસીયા, લીલાબેન સોમાભાઇ વાંસીયા, જગાભાઇ ખીમાભાઇ વાંસીયા, ડોલીબેન જગાભાઇ વાંસીયા, ગુલાભાઇ ખીમાભાઇ વાંસીયા અને તેજીબેન ગુલાભાઇ વાંસીયાએ આવીને કહેલ કે, આ જમીન અમારી છે. તેવુ કહી ધમકી આપી લૂંટ કરી હોઇ અરવિંદભાઇ પટેલે તમામ સામે અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

ઘટના@અમીરગઢ: વેપારીની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, 9 વ્યક્તિઓ વિરૂધ્ધ FIR
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી ઇસમોએ ધમકી આપી હોઇ વેપારી સહિતના ડરના માર્યા પોતાની જ જમીનમાં પ્રવેશ નહોંતા કરતા. આ દરમ્યાન વેપારીએ કલેક્ટર બનાસકાંઠાને અરજી કરતાં નિવાસી અધિક કલેક્ટરે પત્ર દ્રારા ઇસમો સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ લગત ફરીયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. જેથી વેપારીએ 9 વ્યક્તિ સામે અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ 9 વ્યક્તિ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદોની કલમ 4(3), 5(b), 5(c), 5(e) મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.