ઘટના@અમરેલી: અંધશ્રદ્ધામાં ભોળવી 24.80 લાખ પડાવ્યા, અંતે ઝડપાયા

અટલ સમાચાર, અમરેલી કોરોના મહામારી વચ્ચે અમરેલીમાં તાંત્રિક વિધિના નામે ખેડૂત સાથે લાખો રૂપિયાની ઠગાઇની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પીઠડીયા ગામના ખેડૂત 5 વ્યક્તિઓએ અંધશ્રદ્ધાના જાળમાં ફસાવી 24.80 લાખ પડાવી લીધા હતા. જે બાદમાં ખેડૂતે પોલીસ ફરીયાદ કરતાં પોલીસે તમામની ધરપકડ કરી અને 15.68 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. અટલ સમાચાર આપના
 
ઘટના@અમરેલી: અંધશ્રદ્ધામાં ભોળવી 24.80 લાખ પડાવ્યા, અંતે ઝડપાયા

અટલ સમાચાર, અમરેલી

કોરોના મહામારી વચ્ચે અમરેલીમાં તાંત્રિક વિધિના નામે ખેડૂત સાથે લાખો રૂપિયાની ઠગાઇની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પીઠડીયા ગામના ખેડૂત 5 વ્યક્તિઓએ અંધશ્રદ્ધાના જાળમાં ફસાવી 24.80 લાખ પડાવી લીધા હતા. જે બાદમાં ખેડૂતે પોલીસ ફરીયાદ કરતાં પોલીસે તમામની ધરપકડ કરી અને 15.68 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલીના બગસરાના પીઠડીયા ગામના ખેડૂત જયંતીભાઇ પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. ખેડૂત જયંતીભાઇ ઘરમા સુખશાંતિ ન રહેવાના કારણે અને પત્ની માનસિર રીતે અસ્વસ્થ હોવાના કારણે પરેશાન હતા. ત્યારે 3 જેટલા શખ્સો તેમની પાસે આવ્યા અને કહ્યું કે અમે કચ્છથી પરીક્રમા માટે જૂનાગઢ જઇ રહ્યા છીએ. આ સાથે આરોપીઓએ જયંતીભાઇને કહ્યું કે, તારા ઘરમાંથી સંકટ દૂર થશે અને પત્ની પણ સાજા થઇ જશે.

ઘટના@અમરેલી: અંધશ્રદ્ધામાં ભોળવી 24.80 લાખ પડાવ્યા, અંતે ઝડપાયા
જાહેરાત

આ દરમ્યાન આરોપીઓએ કહ્યું કે, તમારા જમીનમાં કોઇ મેલું છે અને વિધિ કરાવી પડશે. ત્યારે વિધિના નામે આરોપીઓએ ધીરે ધીરે કરી 24.80 લાખ રૂપિયા પડાવી લીધા. આરોપીઓએ પહેલા 9 લાખ અને 80 હજારના સોનાના દાગીના પડાવ્યા. ત્યાર બાદ જમીનમાં મેલું કહી જમીન વેચાવી દઈ અને 15 લાખ સિદ્ધ કરવાનું કહી પૈસા પડાવી લીધા. જે બાદમાં એલસીબીએ આરોપીઓની અટકાયત કરી 15.68 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવના દ્વારા ટીમની રચના કરવા આદેશ આપવામાં આવ્યા હતા જેના અનુસંધાને અમરેલીના એલ.સી.બીની ટીમ પણ આ ગુન્હાને લઈને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી હતી. જે અનુસંધાને અમરેલીના ચિતલ રોડ પર આવેલ સોસાયટીમાંથી અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવવાના હેતુથી આંટાફેરા મારતા 5 આરોપીઓને પકડી તેમની પાસેથી ફરિયાદીના રોકડ રૂપિયા 7,85,500 તથા ઘરેણા કી.રૂ.4,83,480 તેમજ ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવહીલ કાર કી.રૂ 3,00,000 સહિતનો કુલ 15,68,980નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ

  • રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ (ઉર્ફે – વઘાસીયા બાપુ,ઉ.વ.25,ધંધો – ભિક્ષાવૃતિ, રહે.વાંકાનેર, ભોજપરા, તા.ખીરસરા,જી.રાજકોટ)
  • જાનનાથ સુરમનાથ પઢીયાર,ઉ.વ.30,ઉર્ફે ગુરુદેવ,ધંધો-ડરાયવિંગ,વાદીપરા,મોરબી )
  • કવારનાથ રૃમાલનાથ ભાટ્ટી,ઉ.વ.35,ધંધો – વેપાર,રહે.મકનસર,વાદીપરા,,તા.જી.મોરબી)
  • નરેશનાથ રૂખડનાથ પઢીયાર,ઉ.વ.25,ધંધો-મજુરી,રહે.મકનસર,વાદીપરા,,તા.જી.મોરબી
  • ઘાસનાથ રૂખડનાથ પઢીયાર,ઉ.વ.35,ધંધો – મજૂરી,રહે.મકનસર,વાળીપર,તા.જી.મોરબી