બનાવ@અમરેલીઃ કોરોના સંકટ વચ્ચે સમૂહલગ્ન યોજાતા, 18 જાનો મંડપમાંથી પરત ફરી

અટલ સમાચાર, ડેસ્ક અમરેલીના ચાંદગઢમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ કોરોનાકાળમાં એક સાથે 18 સમૂહલગ્નોનું આયોજન થયું હોવાની જાણ થતા જ પોલીસ ત્રાટકી હતી. લગ્ન અટકાવી દેતા જુદા જુદા વિસ્તારમાંથી પરણવા માટે આવેલા 18 વરરાજાઓએ જાન લઈને લીલા તોરણે પરત ફરવું પડયું હતું. પોલીસે આયોજક સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બનાવ@અમરેલીઃ કોરોના સંકટ વચ્ચે સમૂહલગ્ન યોજાતા, 18 જાનો મંડપમાંથી પરત ફરી

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલીના ચાંદગઢમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ કોરોનાકાળમાં એક સાથે 18 સમૂહલગ્નોનું આયોજન થયું હોવાની જાણ થતા જ પોલીસ ત્રાટકી હતી. લગ્ન અટકાવી દેતા જુદા જુદા વિસ્તારમાંથી પરણવા માટે આવેલા 18 વરરાજાઓએ જાન લઈને લીલા તોરણે પરત ફરવું પડયું હતું. પોલીસે આયોજક સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગેની વિગતો આપતા અમરેલીના રૂરલ પીએસઆઈ પ્રશાંત લક્કડે જણાવ્યું હતું કે, હાલમાં વ્યક્તિગત લગ્ન સમારોહમાં પણ ૧૦૦થી વધુ લોકોને મંજૂરી નથી અને તે માટે પણ અગાઉથી કલેક્ટરની મંજૂરી મેળવવી આવશ્યક છે. ત્યારે અમરેલીના ચાંદગઢ ગામમાં એકી સાથે 18 સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટેશન સહિતની કોઈ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી. કોરોનાનો ફેલાવો થાય તેવી જાણ હોવા છતાં પણ ગામેગામથી જાન બોલાવીને મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવામાં આવ્યાં હતાં. કાયક્રમસ્થળે સમૂહભોજનનું પણ આયોજન કરાયું હતું.

આ અંગેની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને લગ્નની મંજૂરીની કોપી માગતા કોઈ પ્રકારની મંજૂરી વગર જ આયોજન થયાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન મુજબના અન્ય નિયમોનું પણ પાલન કરવામાં આવતું નહોતું. જેથી સ્થળ પરજ લગ્ન અટકાવી દેવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા આ ઘટના અંગે આયોજક સુરેશભાઈ વાલજીભાઈ થડેચા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.  પોલીસને જોતા જ જાનૈયાઓ ભાગવા માંડયાં